‘દબંગ-૩માં સની લિયોનની એન્ટ્રી

sunny copy

ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનની હવે દબંગ-૩ માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. અરબાઝ ખાને પોતે આ અંગેની જાહેરાત કરી છે.  તેરા ઇન્તઝાર ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાજ તેન કુશળતાથી ખુબ પ્રભાવિત થયો  છે. તે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે. તેરા ઇન્તજારમાં અરબાઝ ખાન સની લિયોનની સાથે નજરે પડ્યો હતો.  સની લિયોનની સાથે કામ કરવાની ઇચ્છા અરબાઝ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાઝ ખાન સની લિયોનથી ખુબ જ પ્રભાવિત થયો છે. અરબાઝ ખાને કહ્યું છે કે, દબંગ-૩માં સની લિયોનને પણ  લેવામાં  આવનાર છે. આ ફિલ્મમાં સની લિયોનની પસંદગી આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે. વર્ષ ર૦૧૦માં દબંગ ફિલ્મમાં મલઇકા અરોરાએ મુન્ની બદનામ હુઈ આઈટમ સોંગ કરીને સુપર સ્ટાર બની જવામાં સફળતા મેળવી હતી. આ ગીત સુપરહિટ સાબિત થયું હતું. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેરા ઇન્તજાર નામની ફિલ્મ દેશભરમાં રજૂ કરવામાં આવી હતી.  આ ફિલ્મનું નિર્દેશન રાજીવ વાલિયા દ્વારા કરવામાં આવ્યું હતુ. રાજીવ વાલિયાની આ ફિલ્મમાં અરબાઝ અને સની લિયોનની સાથે સાથે સલીલ અંકોલા, સુધા ચંદ્રન, આર્ય બબ્બર જેવા કલાકારો જોવા મળ્યા હતા. જો ફિલ્મ સરેરાશ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *