દક્ષિણ આફ્રિકામાં વિરાટના ખરાબ પ્રદર્શનથી ફેને પોતાને જીવતો સળગાવ્યો

kohli-out

દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ વિરાટ કોહલી ખરાબ રીતે આઉટ થયો જેનાથી દુખી થઈને મઘ્યપ્રદેશના રતલામમાં રિટાયર્ડ રેલકર્મીએ પોતાને જીવતો સળગાવી દીધોહતો. વિરાટ કોહલીના આ ફેનને ગંભીર હાલતમાં જિલ્લાના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

પોલીસને આપેલ નિવેદન માં તેણે વિરાટ કોહલીના આઉટ થયા પછી પોતાને જીવતો સળગાવવાની વાત કરી હતી.જાણકારી પ્રમાણે આંબેડકર નગર નિવાસી બાબુલાલ બૈરવાએ શુક્રવારના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલ પહેલી ટેસ્ટ મેચ ટીવી પર જોઈ રહૃાાં હતાં. રમતના અંતિમ ક્ષણમાં વિરાટ કોહલી માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

કોહલીના આઉટ થવાથી બાબુલાલ એટલા દુખી થઈ ગયા હતાં કે તેમણે પોતાને કેરોસિન નાંખીને જીવતા બાળી નાંખ્યા હતાં. તેમની બૂમો સાંભળીને પત્ની અને અન્ય પરિવારજનોએ પાડોશીઓની મદદથી આગ બંધ કરી હતી. વિરાટના આ ફેનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો છે.  ત્યાં ડોક્ટરોએ જણાવ્યું કે બાબુલાલનો ચહેરો અને હાથનો કેટલોક ભાગ બળી ગયો છે હાલ તેમની હાલત સ્થિર છે.

નોંધનીય છે કે બાબુલાલ ર૦૧૫માં ડીઝલશેડથી ગ્રેડ વન મેકેનિકના પદ પરથી નિવૃત થયા હતાં અને દારૂ પીવાની તેમને આદત છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *