થોડા દિવસ પુર્વે જ સેકસ વિડીયોની શંકા હાર્દિકે દર્શાવી હતી! હાર્દિક પટેલનો સેકસ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ!

l3

પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાને પડેલા હાર્દિક પટેલનો ‘સેકસ વિડીયો’ સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ખળભળાટ સર્જાયો છે. યુ-ટયુબ પર મુકાયેલા વિડીયોમાં દેખાતો યુવાન હાર્દિક હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
હાર્દિક પટેલના નામે સોશ્યલ મીડીયામાં મુકાયેલા આ વિડીયોમાં યુવક-યુવતિ અંતરંગ પળો માણતા દેખાય છે. વિડીયોના સ્થળ, સમય અને તારીખ પણ આપવામાં આવ્યા છે. આવા રંગરેલીયા કરવા બદલ પટેલનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. આવા રંગરેલીયા કરવા બદલ હાર્દિક પટેલનો જવાબ પણ માંગવામાં આવ્યો છે.
ગુજરાતમાં આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી પુર્વે હાર્દિક પટેલ ‘મોટુ ફેકટર’ બન્યો જ છે. ભાજપને હરાવવા માટે વખતોવખત ખુલ્લા વિધાનો કર્યા જ છે તેવા સમયે હાર્દિક પટેલનો આ કથિત વિડીયો રાજકીય ષડયંત્રનો ભાગ છે કે પાટીદાર સમાજના લડવૈયા તરીકેની ઈમેજને હાનિ પહોંચાડવાનો પ્રયાસ છે તેવા સવાલ ઉઠવા લાગ્યા છે.
પાસના નેતા એવા હાર્દિક પટેલે એવા દિવસો પુર્વે જ ભાજપ સામે આંગળી ચીંધતા એમ કહ્યું હતું કે પોતાને ઝુકાવવાના પ્રયાસમાં કે ઈમેજને નુકશાન કરવા માટે ‘સેકસ વિડીયો’ પણ લાવી શકે છે. હાર્દિકના બોલ સાચા પડયા હોય તેમ સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થતા ખળભળાટ સર્જાયો છે.
આ ઘટનાક્રમના તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિડીયો કોણે વાયરલ કર્યો કે તે પાછળના ઈરાદા સહિતના મુદાઓ વિશે શ્રેણીબદ્ધ સવાલ-તર્ક રજુ થવા લાગ્યા છે. આ વાયરલ વિડીયોના હવે ગુજરાતના રાજકારણમાં કેવા પ્રત્યાઘાતો પડે છે તેના પર મીટ માંડવામાં આવીરહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *