ત્રાસવાદ વિરુધ્ધ પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ એટીએસની સંયુક્ત કાર્યવાહી આઈએસના ત્રણ શકમંદો સહિત ૯ની ધરપકડ

hyderbad-nia-759

ઉત્તરપ્રદેશ પોલીસની એન્ટી ટેરરીસ્ટ ટીમે પાંચ રાજ્યોની પોલીસની સાથે મળીને આતંકવાદી સામે મોટી કાર્યવાહી કરીને સંયુક્ત રીતે ત્રણ આઈએસના ત્રાસવાદીઓને પકડી પાડ્યા છે. કુલ ૯ શકમંદોની ધરપકડ કરી છે. છ રાજ્યોની પોલીસ સક્રિય થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના એટીએસ પ્રમુખ અસીમ અરૂણે કહ્યું છે કે ઉત્તરપ્રદેશની એટીએસની ટીમે મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ તથા ઉત્તરપ્રદેશમાં સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરીને ખળભળાટ મચાવી દીધો છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના એડીજી (કાયદો અને વ્યવસ્થા) દરજીતિંસહ ચૌધરીએ કહ્યું છે કે આ લોકો કોની સાથે જોડાયેલા છે તેના સંદર્ભમાં હજુ સુધી માહિતી મળી શકી નથી પરંતુ ઝડપાયેલા નવ શકમંદો સામે ઉંડી તપાસ ચાલી રહી છે. આ અભિયાન દરમ્યાન આઈએસના ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. અરૂણનું કહેવું છે કે ત્રણેય શકમંદોને મુંબઈ, જલંધર અને બિજનોરમાંથી પકડી પાડવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે પોલીસે અન્ય છ લોકોની પણ ધરપકડ કરી છે. પુરાવાના આધાર પર તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલા પર ઉત્તરપ્રદેશના એડીજી દલજીતિંસહ ચૌધરીએ કહ્યું છે કે પોલીસે જુદી જુદી જગ્યા પરથી નવ લોકોને પકડી પાડ્યા છે. તેમની પૂછપરછનો દોર ચાલી રહૃાો છે. તેમણે કહ્યું છે કે આ મામલામાં ચાર લોકોની સામે પુરાવા પણ હાથ લાગ્યા છે. તમામ લોકો પોતાની રીતે જ ભાંગફોડી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા. કોઈપણ અન્ય ગ્રુપ સાથે સંપર્કમાં ન હતા. આને અપરાધિક કાવતરા તરીકે ગણી શકાય છે. આ શખ્સો યુવાનોને ગેરમાર્ગે દોરી રહૃાા હતા. પોલીસને ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ત્રાસવાદી ઘટનાઓને અંજામ આપવા માટે કેટલાક ગ્રુપ સક્રિય હતા. સાથે સાથે આ લોકો નવા સભ્યો પણ બનાવી   રહૃાા હતા. ત્યારબાદ ઉત્તરપ્રદેશ એટીએસએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, સીઆઈ સેલ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર એટીએસ, પંજાબ પોલીસ, બિહાર પોલીસની સાથે મળીને ઓપરેશન હાથ ધરાયું હતું. બિજનોરના બડાપુર મસ્જિદથી એટીએસ અને એસટીએફે દરોડા પાડીને બે લોકોને પકડી પાડ્યા છે.

તેમાં કોટવાલી દેહાતના ગામ અકબરાબાદના નિવાસી મોહંમદ ફૈઝાન ઈમામ, નગીનાના ગામ તુકમાપુરના નિવાસી મોહંમદ તનવીરને પકડી પાડવામાં આવ્યા છે. વહેલી પરોઢે આ લોકોની ધરપકડ આજે કરવામાં આવી હતી. બિજનોરના એએસપી ધરવીરિંસહે કહ્યું છે કે આ ઓપરેશનમાં લોકલ પોલીસની મદદ લેવામાં આવી ન હતી. ઉત્તરપ્રદેશમાં આઈએસના મોડ્યુલ પર ઘણા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. એજન્સીઓને પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારમાં અન્ય મોડ્યુલ સક્રિય હોવાના અહેવાલ મળ્યા હતા. ત્યારબાદ ઉત્તરપ્રદેશ સહિત કેટલીક રાજ્યોની સંસ્થાઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. થોડાક દિવસ પહેલા જ હાપુર અને લખીમપુરખીરીમાં ઓછી તીવ્રતાના બ્લાસ્ટ થયા બાદ તથા ટ્રેન પાટા પરથી ખડી પડવાના મામલામાં તપાસ કરવામાં આવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *