ત્રાસવાદીઓ પાસે માસ્ટર પ્લાનની માહિતી પહોંચી ત્રાસવાદીમાં ભય:તોઇબાના લીડર બનવા કોઇ તૈયાર નથી

Abu-Ismail_LeT_News181

પાકિસ્તાની ત્રાસવાદી અબુ ઇસ્માઇલ ગયા સપ્તાહમાં એન્કાઉન્ટર ઠાર થઇ ગયા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. આ ત્રાસવાદીઓમાં હવે એટલી હદ સુધી દહેશત છે કે, હવે કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબાના ચીફ બનવાની પણ કોઇ ત્રાસવાદીમાં હિંમત દેખાઈ રહી નથી. તોઇબાના ચીફ બનવા માટે કોઇ ત્રાસવાદી તૈયાર નથી. જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક એસપી વૈદ્ય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. કાશ્મીર ખીણમાં નવા લશ્કરી ચીફની ભરતીને લઇને પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં વૈદ્યએ કહ્યું હતું કે, લશ્કરમાં કમાન્ડરના પોસ્ટને લઇને જગ્યા ખાલી થયેલી છે પરંતુ કોઇપણ ત્રાસવાદી ચીફ બનવા માટે તૈયાર નથી. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ વાતચીતમાં વૈદ્યએ કહ્યું હતું કે, ઇસ્માઇલ બાદ કાશ્મીરમાં લશ્કરે તોઇબાના લીડર બનવાની કોઇની તૈયારી નથી. આતંકવાદીઓને હિંસા છોડીને મુખ્ય ધારામાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, મોટા વયના લોકો, ધર્મગુરુ અને રાજનેતા પણ આના માટે આગળ આવી રહૃાા છે. બાળકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. વૈદ્યએ કહ્યું છે કે, જમ્મુ કાશ્મીર પોલીસે હાલમાં ૬૦ યુવાનોને આતંકવાદને રસ્ત્ો જવાથી બચાવી લીધા છે. સાથે સાથે યોગ્ય સલાહ પણ આપવામાં આવી રહી છે. જે યુવાનોના સંદર્ભમાં માહિતી મળી રહી છે તેમને પણ કહેવામાં આવી રહ્યું છે. બાળકો ખોટા રસ્તા ઉપર ન જાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે. સુરક્ષા જવાનો યુવાનોને ત્રાસવાદ અને ડ્રગ્સથી દૂર રાખવાના પ્રયાસ કરી રહૃાા છે. અત્રે નોંધનીય છે કે, ગયા ગુરુવારના દિવસે ભીષણ અથડામણમાં અમરનાથ યાત્રીઓ  પર હુમલાના માસ્ટરમાઇન્ડ રહી ચુકેલા અબુ ઇસ્માઇલ ઠાર થયો હતો. સુરક્ષા દળોએ નૌગામના અરિગામ વિસ્તારમાં તેને ઠાર કરી દીધો હતો. તે લશ્કરે તોઇબાના કમાન્ડર તરીકે હતો. આ ત્રાસવાદીએ અમરનાથ યાત્રીઓ ઉપર હુમલા કરવાની યોજના ઘડી કાઢી હતી. બીજી બાજુ ત્રાસવાદીઓનો ખાત્મો કરવા માસ્ટર પ્લાન અંગેની માહિતી પણ ત્રાસવાદીઓ પાસે પહોંચી રહી છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાયેલી છે. એક અધિકારીએ કહ્યું છે કે, એજન્સીઓનું ધ્યાન આ બાબત તરફ પણ છે કે, આતંકવાદી સંગઠન જે પણ ત્રાસવાદીને હુમલાની જવાબદારી સોંપે તેને પોતાના નાપાક ઇરાદામાં સફળ થવાથી રોકવા માટે પહેલાથી જ તેને ઠાર કર ીદેવામાં આવે. આવી સ્થિતિમાં સુરક્ષાદળો અને કેન્દ્રીય સંસ્થાઓ ત્રાસવાદી કમાન્ડરોને શોધી શોધીને તેમને મોતને ઘાટ ઉતારી રહી છે. આના લીધે ત્રાસવાદી સંગઠનોમાં હતાશાનું વાતાવરણ છે. જમ્મુ કાશ્મીર પોલીસને સ્થાનિક લોકો પાસેથી પુરતી માહિતી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *