ત્રણ વિકલ્પો ઉપર ધ્યાન આપી શકાય છે કાયદામાં બાળ લગ્ન અપરાધ છતાંય લગ્ન : સુપ્રીમનું તારણ

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતી વેળા બાળલગ્ન મામલામાં પણ સુનાવણી હાથ ધરી હતી અને કહ્યું હતું કે, કાયદામાં બાળલગ્ન અપરાધ તરીકે છે છતાં લોકો બાળલગ્ન કરી રહૃાા છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રકારના લગ્ન મેરેજ નહીં બલ્કે મિરાજ તરીકે છે. સુપ્રીમ કોર્ટે બાળલગ્નના મામલામાં સુનાવણી કરતી વેળા કહ્યું હતું કે, અમારી પાસે ત્રણ વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ અપવાદને દૂર કરી દેવા માટે છે જેનો મતલબ છે કે, બાળલગ્નના મામલામાં ૧૫થી ૧૮ વર્ષની યુવતી સાથે તેનો પતિ શારીરિક સંબંધ સ્થાપિત કરે છે તો તેને રેપ ગણવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે, બીજો વિકલ્પ એ છે કે, આ મામલામાં પોસ્કો એક્ટ લાગ્ાૂ કરવામાં આવે. એટલે કે બાળલગ્નના મામલામાં ૧૫થી ૧૮ વર્ષની યુવતી સાથે જો કોઇ પતિ સંબંધ સ્થાપિત કરે છે તો તેના પર પોસ્કો હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ત્રીજો વિકલ્પ આમા કંઇપણ કરવામાં ન આવે અને તેને અપવાદ તરીકે ગણવામાં આવે. આનો મતલબ એ છે કે, બાળલગ્નના મામલામાં ૧૫થી ૧૮ વર્ષની યુવતી સાથે જો પતિ સંબંધ સ્થાપિત કરે છે તો તેને રેપ તરીકે ગણવામાં ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *