‘તોરબાજમાં નરગીસનો યાદગાર રોલ

nargis-fakhri-13_660_081413041226

ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ  બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી છે. તેને સારી અને મોટા બજેટની ફિલ્મ હાથ લાગી છે.  નરગીસને સંજય દત્ત સાથે ફિલ્મ હાથ લાગી છે. તોરબાજ નામની ફિલ્મ મળતા તે યાદગાર રોલ કરવા માટે તૈયાર છે. તે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે.  તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે નજરે પડનાર છે. ફિલ્મમાં નરગીસ એક એનજીઓ વર્કર આયશાની ભૂમિકા અદા કરનાર છે. અફઘાનિસ્તાનમાં રેયુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મને ગિરિશ મલિક નિર્દેશિન કરનાર છે. જે પહેલા ગિરિશે વર્ષ ર૦૧૪માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. એમ કહેવામાં આવી રહૃાુ છે કે તોરબાજ પર ગિરિશ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહૃાા છે. ફિલ્મના સહ નિર્માતા રાહુલ મિત્રાએ કહૃાુ છે કે નરગીસ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આના માટે તે લોસ એન્જલસમાં પશ્તો અને ડારી લૈગ્વેઝ શીખી રહી છે. ફિલ્મમાં તે બન્ને ભાષામાં વાત કરતી નજરે પડનાર છે. ફિલ્મને લઇને નરગીસ સાથે થયેલી વાતચીતમાં મિત્રાએ કહૃાુ હતુ કે અમે બે સપ્તાહ પહેલા ગિરિશના આવાસ પર પહોંચ્યા હતા. ત્યારે તે અમેરિકામાંથી આવી હતી. ફિલ્મના શુિંટગને મોટા ભાગે ખુબ ઠંડા વિસ્તારમાં કરવામાં આવનાર છે. નરગીસ અને ઉદય વચ્ચેના સંબંધ તુટી ગયા છે. હાલમાં તેમની વચ્ચે પેચ અપના હેવાલ આવ્યા હતા. નરગીસ સ્પર્ધામાં ટકી રહેવા માટે સંપૂર્ણ તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *