તામીલનાડુ, કર્ણાટક, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં સાત વર્ષથી કાયદો અમલી, તેની અસરો કેવી છે?

a4

ગુજરાતમાં ફી નિર્ધારણનો કાયદો ચાલુ વર્ષથી લાગુ પડયો છે. પરંતુ તામીલનાડુમાં રાજય સરકારે ૨૦૦૯માં આ કાયદો ઘડીને ૨૦૧૦માં લાગુ પાડયો હતો. ખાનગી શાળાઓ તોતીંગ ફી લેતી હોવાની ફરિયાદોને કારણે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. તામીલનાડુના કાયદામાં ફી નકકી કરવાની જવાબદારી જીલ્લા કમીટીઓને સોંપવામાં આવી હતી. શાળાઓના મૂલ્યાંકનના આધારે ફી નકકી કરવાની જોગવાઈ છે. સમીતી દ્વારા નકકી કરાતી ફીમાં ત્રણ વર્ષ સુધી કોઈ ફેરફાર થઈ શકતો નથી. રાજસ્થાનમાં હાલત સમાન છે. ૨૦૧૩માં ફી નિર્ધારણ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. કાયદામાં તામીલનાડુના કાયદાની જોગવાઈઓ ઉપરાંત શિક્ષકોની લાયકાતને પણ ફી નકકી કરતી વખતે લક્ષ્યમાં રાખવાની જોગવાઈ ઉમેરવામાં આવી હતી.
તામીલનાડુમાં ખાનગી શાળા સંચાલકોએ કાયદા સામે હાઈકોર્ટનો સ્ટે મેળવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.
ફી નિર્ધારણ કાયદાથી રાજસ્થાન તથા તામીલનાડુમાં અનેકવિધ સમસ્યા વધી ગઈ છે. વાસ્તવિકતા એ છે કે બહુ મોટી ફી લેનારી શાળાની સંખ્યા મામુલી છે. મોટાભાગની શાળાઓની ફી વ્યાજબી છે. છતાં તમામને એકસરખી રીતે ‘તોલવામાં’ આવે છે. બીજુ તમામ સ્થળોએ સરકારી સ્કુલો હોવા છતાં વાલીઓ ખાનગી શાળાનો જ આગ્રહ રાખે છે તેનું કારણ શિક્ષણ જ છે. સરકારી શાળાઓમાં શિક્ષણ સુધારવાને બદલે ખાનગી સ્કુલો પર ગાજ ઉતારી રહી છે. મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પણ તામીલનાડુ-રાજસ્થાનના ધોરણે કાનૂની પડકાર ફેંકવામાં આવી રહ્યા છે. કાયદો ધરાવતા રાજયોમાં ફી નિયમનની અકળામણ છે. ફી વધારો માંગવા માટે દર વર્ષે ખર્ચની ગણતરી કેવી રીતે કરવી તે પણ સમસ્યા છે. દર વર્ષે ખર્ચ વધતો રહ્યો છે. નિયત ફીમાં સ્કુલ ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે તેવી હાલત છે. તામીલનાડુમાં શાળાઓએ શિક્ષણ સિવાયની બાળપ્રવૃતિ બંધ કરી દીધી હતી. બાળપ્રવૃતિ માટે વધુ નાણાં લેવાના કાનૂની જંગ જામ્યો હતો. હાઈકોર્ટે શાળા સંચાલકોના અધિકારને માન્ય રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *