તાપ્સી ‘જુડવા-રમાં હવે મોટા રોલમાં

Taapsee-Pannu-Photoshoot-For-FHM-India-Magazine-February-2017-Issue-Image-4

ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી ફિલ્મ પિન્ક બાદ હવે તાપ્સી પન્નુની બોલબાલા વધી ગઇ છે. તાપ્સીની આ વર્ષે ત્રણ ફિલ્મ હજુ સુધી રજૂ કરવામાં આવી ચુકી છે.  આવી સ્થિતીમાં તાપસીની લોકપ્રિયતા વધી રહી છે. તાપ્સીની બે ફિલ્મો રિંનગ શાદી અને ગાજી અટેક  બાદ નામ શાબાના રજૂ કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત તેની વરૂણ ધવનની સાથે જુડવા-ર ફિલ્મનો સમાવેશ થાય છે. હાલમાં જ રિંનગ શાદીના સ્પેશિયલ સ્ક્રીનિંગના પ્રસંગે તાપસીએ માહિતી આપતા કહૃાુ હતુ કે પોતાના માટે સારી ફિલ્મ મેળવી લેવાની બાબત સરળ નથી. જેથી તે પોતાની ફિલ્મનોને લઇને ભારે આશાવાદી છે. તેને પિન્ક ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ હતી. આ ફિલ્મને લઇને ચાહકોની પ્રતિક્રિયા શુ આવે છે તે બાબત જાણવા જેવી છે. તાપ્સી કુશળ અભિનેત્રી તરીકે પોતાને સાબિત કરી ચુકી છે. તેની પિન્કમાં એર્િંક્ટગની કુશળતાની ભારે પ્રશંસા થઇ હતી. તાપ્સી હવે સુપરસ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. જુડવા-ર ફિલ્મ વિતેલા વર્ષોના સલમાનની ફિલ્મ જુડવાની સિક્ધવલ ફિલ્મ છે. જેમાં તેની સાથે બે અભિનેત્રી છે. વરૂણ ફિલ્મમાં જેક્લીન અને તાપ્સીની સાથે નજરે પડનાર છે.

જેકલીન બોલિવુડમાં સુપરસ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની કેરિયર સલમાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી હતી. જો કે હવે તેની ફિલ્મો લોપ સાબિત થઇ રહી છે. જુડવા-ર ફિલ્મમાં સલમાન ખાન પણ ટુકી ભૂમિકા કરનાર છે. ડેવિડ ધવન દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ડેવિડ ધવને તે પહેલા મે તેરા હિરો ફિલ્મ પોતાના પુત્ર વરૂણને લઇને બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *