તાજેતરમાં આનંદપુરામાંથી અજગર ઝડપાયો હતો વોલ્વા ગામે ૧ર ફૂટ લાંબા મહાકાય અજગરે દેખા દીધી

મોડાસા તાલુકાના વોલ્વા ગામની સીમમાં આવેલ બ્લોક ફેક્ટરી વિસ્તારમાં કામ કરતા મજુરોએ મહાકાય અજગર દેખાતા બૂમાબૂમ કરી મૂકી હતી.

હેબતાઈ ગયેલા મજુરોએ ડુધરવાડાના જીવદયાપ્રેમી જયંશભાઈ ભટ્ટ અને નિલેષભાઈ જોષીને જાણ કરતા તેઓએ વન વિભાગના કર્મચારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા. તેઓએ ૧ર ફુટના લાંબા અને ર૯ કિલો વજન ધરાવતા મહાકાય અજગરને પકડી જંગલમાં સહીસલામત છોડી મૂક્યો હતો.

આ અગાઉ તાજેતરમાં આનંદપુરા કંપા ગામની સીમમાંથી ૧૧ ફુટ લાંબો અજગર મળી આવ્યો હતો અને હવે વોલ્વા ગામની સીમમાંથી ૧ર ફુટનો અજગર મળી આવા મોડાસા પંથકમાં ફફડાટ અને ભય વ્યાપી ગયો છે. આ વિસ્તારમાં અજગરના વધેલા પ્રમાણમાં વન વિભાગ દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ થાય તેવી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *