તાજપુર અને હરસોલ સ્ટેન્ડ ઉપર રેડ પાડતા વિદેશી દારૂ ઝડપાયો

તલોદ તાલુકામાં આવેલ હરસોલ-મોડાસા રોડ ઉપર આવેલ તાજપુર સ્ટેન્ડ ઉપર ગત રાત્રે સાંજના એકાએક સ્ટેટ મોનીટિંરગ સેલ ગુજરાત રાજ્યની પોલીસે બાતમીના આધારે શરાફતભાઈ યુસુફભાઈ મનસુરીના રહેણાંક મકાન ઉપર એકાએક અચાનક છાપો મારતા અને સઘન કડકાઈથી તપાસ કરતા મોટાપાયે દારૂનો જથ્થો દેશી તેમજ ઈંગ્લિશ જુદી જુદી બ્રાંડનો પરપ્રાંતમાંથી લાવેલ મળી આવેલ છે. આ કામના આરોપીના રહેણાંકની બાજુની ઓરડીમાંથી ઈંગ્લિશ દારૂના ૧૮૦ મિ.લી.ના ૮૫ નંગ ક્વાર્ટર કિંમત રૂા.૮૫૦૦/- તેમજ ઈકો ગાડીમાંથી મળી આવેલ ઈંગ્લિશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૬ તથા બિયરના ટીન નંગ-૪૮ તેમજ રોકડ રૂપિયા, મોબાઈલ, ઈકો ગાડી એમ મળી કુલ રૂા.ર,૭૬,ર૮૫/-ના મુદ્દામાલ સાથે પકડી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રિંસહ, વિષ્ણુસિંહે શરાફતભાઈ યસુફભાઈ મનસુરીને તેના મકાનેથી આ મુદ્દામાલ સાથે જપ્ત કરેલ છે તથા બીજો આરોપી વોન્ટેડ સુનીલભાઈ દરજી રહે. વીંછીવાડા રાજસ્થાનને ગીરફતાર કરીને તલોદ પોલીસ કસ્ટડીમાં પૂરેલ છે.

દારૂના અડ્ડાનું બીજુ સ્થાન હરસોલ સ્ટેન્ડની પાછળથી તાજપુર પછી હરસોલ લાવી તપાસ કરતા હરસોલ સ્ટેન્ડ પાછળથી તેના કબજાની જગ્યામાંથી ઈંગ્લિશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૦૬ તથા બિયરના ટીન બોટલો મળી નંગ-૪૪ તથા ૩૦ લીટર દેશી દારૂ તેમજ રોકડ, મોબાઈલ તેમજ બાઈક એમ કુલ રૂા. ૬૫,૧૪૦/-નો મુદ્દામાલ સાથે આ સ્થળેથી મોહમદ યુસુફભાઈ મનસુર હે. હરસોલ દરગાહ સામે, તા.તલોદ અને દિલાવરખાન અહમદખાન પઠાણ રહે. હરસોલ, કસ્બા વિસ્તાર તા.તલોદ અને શરાફત યુસુફભાઈ મનસુરી રહે. તાજપુર ગામ, તા.તલોદ અને વોન્ટેડ સુનિલભાઈ દરજી રહે. વીંછીવાડા, રાજસ્થાન આ આરોપીઓને ઉપરોક્ત મુદ્દામાલ સાથે ચકોર અને બાજ નજરથી દબોચી પકડી લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *