તાંદલજા વિસ્તારમાં મકાનો અને દુકાનો તોડી પાડવા કામગીરી થશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા કાચા-પાકા મકાનો અને દુકાનો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવા માટેની દબાણ શાખા કામગીરી હાથ ધરનાર છે. અહીંના લોકોને આ જ જગ્યા પર સરકારી આવાસો બનાવીને મકાનો ફાળવી આપશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના નરેન્દ્ર રાવતે કમિશનરને આ બાબતે એક આવેદનપત્ર આપ્યું છે. જેમાં સહકાર નગર ખાતે કાચા-પાકા મકાનો, દુકાનો ચોડી પાડીને નવીન આવાસનો મામલો હાલ હાઈકોર્ટમાં હોઈ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી પ્રક્રિયા હાથ ધરવી ન જોઈએ.

જો કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે તો ૧૪૦૦ જેટલાં કાચા-પાકા મકાનો તેમજ ૧૦૦ જેટલી દુકાનો તોડી પડાશે. આ જ જગ્યા પર પીપીપી ધોરણે આવાસો બનાવવામાં આવશે અને  અહીં અસરગ્રસતોને મકાનોની ફાળવણી કરી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *