તમે ફીટ રહેશે તો પાર્ટનર પણ ફીટ રહેશે

41919156

જયારે બેમાંથી કોઈ એક પાર્ટનરનું વજન વધુ હોય ત્યારે વેઈટલોસ માટે સલાહો આપવાને બદલે તમે પોતે તેની સાથે ફીટ થવા માટે લાગી પડશો તો વધુ સારૂ પરિણામ મળશે એવુ અમેરિકાના નિષ્ણાતોનુ કહેવુ છે. ઓબેસિટી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ જે લોકોએ પોતાનુ વજન ઘટાડીને ફીટ થવા હેલ્ધી જીવનશૈલી કેળવવી શરૂ કરી હોય છે તેમને તો ફાયદો થાય જ છે, પણ સાથે તેમના નજીકમાં રહેતા લોકો અને ખાસ તો પાર્ટનરને એનાથી સૌથી વધુ ફાયદો થાય છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેકિટકટના નિષ્ણાતોએ ૧૩૦ કપલ્સના વેઈટલોસ પ્રોગ્રામને છ મહિના સુધી મોનીટર કર્યો હતો. એમાં નોંધાયુ હતુ કે યુગલ સાથે હેલ્ધી જીવનશૈલીને ફોલો કરવાનુ શરૂ કરીને વેઈટલોસના સઘન પ્રયત્ન કરે તો એકલપંડે વેઈટલોસનો પ્રયાસ કરવા કરતા ત્રણ ટકા વધુ વેઈટલોસ થાય છે. અભ્યાસમાં તો એટલે સુધી કહેવાયુ છે કે યુગલમાંથી કોઈ એક પાર્ટનર હેલ્ધી જીવનશૈલી જીવવાનુ શરૂ કરે તો આપમેળે બીજા પાર્ટનરને પણ વજન ઉતારવાની પ્રેરણા મળે છે અને એમાં ઘણેઅંશે સફળતા પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *