તબ્બુ અને અજય દેવગન ફરી સાથે

ajay

અજય દેવગન અને તબ્બુ વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. હવે રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન ફિલ્મમાં કામ કરી રહૃાા છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મ બાદ પણ બન્ને એક ફિલ્મમાં સાથે કામ કરનાર છે. જે ફિલ્મ શહેરી સંબંધો પર આધારિત રહેશે. અજય દેવગન અને તબ્બુ વિતેલા વર્ષોમાં જે ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે જેમાં વર્ષ ૧૯૮૪માં રજૂ થયેલી વિજયપથ, વર્ષ ૧૯૯૫માં રજૂ થયેલી હકીકત , વર્ષ ૧૯૯૯માં રજૂ થયેલી ટશન, વર્ષ ર૦૧૫માં રજૂ થયેલી દ્રશ્યમ અને વર્ષ ર૦૧૬માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ફિતુરનો સમનાવેશ થાય છે. હવે રોહિત શેટ્ટીની ફિલ્મમાં બન્ને સાથે કામ કરી રહૃાા છે. આ ફિલ્મમાં અન્ય કેટલાક કલાકારો પણ છે. અજય દેવગનની સાથે જ તબ્બુએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૪માં તબ્બુએ વિજય પથ ફિલ્મ સાથે પોતાની કેરિયર શરૂ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. અજય અને તબ્બુ નવી ફિલ્મમાં એક બીજા સાથે કામ કરવાને લઇને વ્યાપક અનુભવ ધરાવે છે. પ્યાર કા પંચનામા જેવી ફિલ્મ બનાવી ચુકેલા લવ રંજન દ્વારા નવી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મની પટકથા તબ્બુને ધ્યાનમાં લઇને લખવામાં આવી છે. ફિલ્મમાં અજય દેવગનની સાથે અન્ય એક સુપરસ્ટાર અભિનેત્રીને ફિલ્મમાં લેવામાં આવનાર છે.

જો કે હજુ સુધી ફિલ્મના નામ અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.તબ્બુ પોતાની એક્ટિંગ કુશળતા વિતેલા વર્ષોમાં સાબિત કરી ચુકી છે. અજય સાથેની ફિલ્મને લઇને તે ભારે ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *