ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને તર્કસંગત બનાવવામાં આવશે

credit-card-swipe.jpg.image.784.410

રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડથી લેવડદેવડ ઉપર ચાર્જને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. દેશની રિઝર્વ બેંકે કહ્યું છે કે, આનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. નાણાંકીય નીતિની દ્વિમાસિક સમીક્ષાના પરિણામો જાહેર કરતા રિઝર્વ બેંકે કહ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં ડેબિટ કાર્ડ લેવડદેવડમાં મોટો ઉછાળો આવ્યો છે. આને વધુ પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે ટ્રાન્ઝિક્શન ઉપર લાગનાર ચાર્જને ઘટાડી દેવા અથવા તો ખતમ કરવા ઉપર વિચારણા કરવાની વાત કરી છે. અત્રે નોંધનીય છે કે, કાર્ડ ટ્રાન્ઝિક્શન ઉપર લાગી રહેલા ચાર્જને ડિજિટલ પેમેન્ટના માર્ગમાં સૌથી મોટી અડચણ છે. નિષ્ણાતો માને છે કે, લોકો પોતાના ખિસા હળવા કરીને કેશલેસ પેમેન્ટ પર સરકારને સાથ આપશે નહીં. હકીકતમાં કેન્દ્ર સરકારે નોટબંધી બાદ રોકડ લેવડદેવડને ઘટાડીને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ પગલા લીધા હતા. સરકારે ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈ આધારિત ભીમ એપ લોંચ કરવાની જાહેરાત કરી હતી. કાર્ડ ટ્રાન્ઝિક્શન માટે પોઇન્ટ ઓફ સેલ્સ મશીનોની સંખ્યા વધારી દેવામાં આવી હતી. રિઝર્વ બેંકે આજે તેની નીતિ સમીક્ષા જારી કરતી વેળા વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યા ન હતા પરંતુ રેપોરેટ ૬ ટકા ઉપર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. વર્તમાન નાણાંકીય વર્ષમાં અંદાજિત જીડીપી ગ્રોથ રેટને ૬.૭ ટકા ઉપર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. ડેબિટકાર્ડ ચાર્જને તર્કસંગત બનાવવાની જાહેરાત કરાઈ છે. બીજી બાજુ વ્યાજદરને યથાવત રખાતા લોન સસ્તી થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *