ડેની ફુજિકાવા સાથે કેટ હડસન પ્રેમમાં

kate

અમેરિકન સ્ટાર અબિનેત્રી કેટ હડસન ફરી ડેિંટગ પર હોવાના હેવાલ મળી રહૃાા છે. જો કે આ સંબંધમાં સત્તાવાર જાહેરાત બન્ને તરફથી કરવામાં આવી રહી નથી. મળેલી માહિતી મુજબ ખુબસુરત અને સેક્સી અમેરિકન અભિનેત્રી કેટ હડસન હાલમાં સંગીતકાર ડેની ફુજિકાવાના પ્રેમમાં છે. બન્ને હાલમાં લોસ એન્જલસમાં અનેક વખત સાથે ફરતા નજરે પડી રહૃાા છે. રોક સ્ટાર ક્રિસ રોબિન્સનની પત્નિ કેટ હડસન ૧૯મી માર્ચના દિવસે પ્રવાસ વેળા ડેનીની સાથે નજરે પડી હતી. તે ડેનીને કિસિંગ કરતી નજરે પડી હતી. વેબસાઇટ પીપલ ડોટ કોમના હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ડેની અને કેટ એકબીજાની કંપનીમાં ભારે ખુશ નજરે પડી રહૃાા હતા. બન્ને એક બીજાને િંકિંસગ કરી રહૃાા હતા. કેટ અને ડેનીએ સાથે ભોજનની મજા પણ માણી હતી. ત્યારબાદ તેઓ કેટની ઘર તરફ જતા રહૃાા હતા. બન્નેને સાથે જોવામાં આવ્યા બાદ હવે એવી ચર્ચા છે કે બન્ને એકબીજાના પ્રેમમાં છે. જો કે સંબંધમાં સત્તાવારા નિવેદન હજુ સુધી કેટ તરફથી કરવામાં આવ્યુ નથી. કેટ હડસન પાસે હાલમાં વધારે કામ હાથમાં નથી. બીજી બાજુ સંગીતકાર ડેની સમય કાઢીને કેટ હડસનની સાથે નજરે પડી રહૃાો છે. કેટ હડસન અને ડેનીના નજીકના લોકો નક્કરપણે માને છે કે બન્ને એકબીજાના પ્રેમમાં છે. જો કે સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવાને લઇને હાલમાં કોઇ વાત કરવી યોગ્ય રહેશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *