ડીસા ટેક્ષ બાર એસો. દ્વારા વિવિધ તાલુકા મથકે જીએસટી સેમિનાર યોજાયા

જીએસટી કાયદો પહેલી જુલાઈથી અમલી બનેલ હોઈ વેપારી વર્ગને સાદી સમજ માટે તથા ટેક્ષ અંગેની માહિતી આપવા માટે ધી ડીસા ટેક્ષ બાર એસોસીએશન દ્વારા અમદાવાદથી જાણીતા એડવોકેટ કુંતલભાઈ પરીખ, તૃપેશભાઈ કથેરીયા તથા સમીરભાઈ સિદ્ધપુરીયા દ્વારા ડીસા ટેક્ષ બારના પ્રમુખ જયેશભાઈ ઠક્કરની દેખરેખ હેઠળ વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર સેમિનારના પ્રોઝેક્ટ ચેરમેન શાંતિભાઈ સી. ઠક્કરે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી વિવિધ તાલુકા માટે જુદા જુદા વક્તાઓને બોલાવી જીએસટી અંગે માર્ગદર્શન આપવા બાબત ભારે જહેમત ઉઠાવી હતી.

તદ્ઉપરાંત ભાભર ખાતે દિલીપભાઈ ઠક્કર તથા રિગ્ન્ોશભાઈ વારડે સેમિનારને સફળ બનાવવા જવાબદારી નિભાવેલ તથા થરા ખાતે શાંતિભાઈ સી. ઠક્કર સેમિનારને સફળ બનાવવા જવાબદારી નિભાવેલ. દિયોદર મુકામે પ્રધાનજીભાઈ પરમાર તથા અશોકભાઈ ઠક્કર તેમજ રાધનપુર ખાતે સુરેશભાઈ ઠક્કર અને શાંતિભાઈ સી. ઠક્કરે સેમિનારને સફળ બનાવવા પોતાનું યોગદાન આપેલ. રાધનપુર ખાતે કેયૂરભાઈ સુરેશભાઈ ઠક્કર, સી.એ.ની વિશેષ ઉપસ્થિતિ રહેવા પામેલ જે નોંધનીય રહેલ તેમજ થરાદ ખાતે જગદીશભાઈ એમ. વ્યાસ તથા ધાનેરા મુકામે ડીસા ટેક્ષ બાર પ્રમુખ જયેશભાઈ ઠક્કરે સેમિનારને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી અને સમગ્ર સેમિનારના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *