ડાયાબિટીઝને લીધે ૧૦ મહિનાનો છોકરો થઇ ગયો છે ૨૮ કિલોનો

kidb

કોલિમા: મેક્સિકોમાં રહેતા લુઇસ ગોન્ઝાલિસ નામનો ૧૦ મહિનાનો છોકરો દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે અને અત્યારે તેનું વજન ૨૮ કિલોનું છે. લુઇસ જન્મ્યો ત્યારે તેનું વજન ૩.૫ કિલોનું હતું. જો કે એ પછી બે જ મહિનામાં તેનું વજન ૧૦ કિલોએ પહોંચી ગયું. મેક્સિકોના કોલિમા નામના ગામમાં રહેતા લુઇસની મમ્મી ઇઝાબેલને શરૂઆતમાં લાગ્યું કે કદાચ તેનું દૂધ વધુ પડતું પોષક હશે એટલે આવું થતું હશે. જો કે ત્યારે તેને પહેલીવાર રસી અપાવવા લઇ ગયા ત્યારે ડોકટરોએ તેેને કંઇક તકલીફ હોવાનું નોંઘ્યું હતું. તેને ડાયાબિટીઝ છે એટલે રોજ હોર્મોન્સનાં ઇન્જેકશન આપવા પડે છે. ડોકટરોનું કહેવું છે કે વધુ પડતી ભૂખ લાગવાને કારણે વજન વધતું હોય એવી આ સમસ્યા નથી. લુઇસ આખો દિવસ ખાઉં-ખાઉં નથી કરતો, પરંતુ તેને જે ખવડાવવામાં આવે તેનું બહુ ઝડપથી ચરબીમાં રૂપાંતર થઇને તેનું વજન વઘ્યે જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *