ઠંડીના લીધે કેટલાક સુરક્ષા જવાનો તેમજ યુપીમાં વધુ બે લોકોના મોત ઉત્તર ભારતમાં શીત લહેર:મૃત્યુ આંક ૧ર૫

shimla2

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત રીતે જારી રહ છે. પારો મોટા ભાગના રાજ્યોમાં નીચી સપાટી પર પહોંચી ગયો છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત જુદા જુદા રાજ્યોમાં ઠંડીના કારણે મોતનો આંકડો વધીને હવે ૧ર૫ ઉપર પહોંચી ગયો છે.જનજીવન સંપૂર્ણ પણે ઠપ થયેલુ છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવતા યાત્રીઓને સ્ટેશન પર રાત્રી ગાળવાની ફરજ પડી રહી છે. દિલ્હી અને એનસીઆરમાં  ધુમ્મસની ચાદર છવાયેલી છે. લડાખના લેહમાં તાપમાન માઇનસ ૧૬.૮ નોંધાયું છે. બીજી બાજુ અમરનાથ ગુફા તરફ દોરી જતા યાત્રા માર્ગના બેઝકેમ્પ પર પહેલ ગામમાં પારો માઇનસ ૮.૯ ડિગ્રી થયો છે. ગુલમાર્ગમાં માઇનસ ૧૦.૬ થોય છે. આવી જ રીતે કુંપવારા માઇનસ ૫.૫ તાપમાન થયું છે. કાશ્મીર હાલમાં ૪૦ દિવસના સૌથી ઠંડીના ગાળા ચિલાઈકાલનમાંથી પસાર થઇ રહ્યું છે. આ ગાળો ૩૧મી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થશે. બીજી બાજુ મેદાનની ભાગોમાં પણ હાલત કફોડી છે. હરિયાણાના નારનોલમાં ૦.૫ ડિગ્રી તાપમાન થયું છે. સ્કૂલ કોલેજોને બંધ રાખવાની ફરજ પડી છે. ઉત્તર પ્રદેશમાં વધુ બેના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો ૧ર૫થી ઉપર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *