ટ્રાફિકના જમાદાર સાથે ઝપાઝપી કરનારા બેની કરાયેલી ધરપકડ

શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે રીક્ષા ખસેડવાની સૂચના આપનાર ટ્રાફિક કર્મચારીને માથાભારે રીક્ષાચાલક અને તેના સાગરિતે ટ્રાફિક જવાન સાથે જાહેરમાં અભદ્ર ભાષામાં વાત કરી તેની સાથે ઝપાઝપી કરી પાડી દીધો હતો અને તેને હડધૂત કરી નાસી ગયા હતા. જો કે, ટ્રાફિક કર્મચારીએ તાત્કાલિક કંટ્રોલરૂમમાં જાણ કરી દેતાં બંને આરોપીઓ કાલુપુર સર્કલ પાસેથી ઝડપાઇ ગયા હતા. આ અંગેની વિગત એવી છે કે, ડી ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ડાહૃાાભાઇ ધુળાભાઇ એએસઆઇ તરીકે ફરજ બજાવે છે, ગઇકાલે રાત્રે કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે ઇન ગેટ નજીક ટ્રાફિક નિયમન કરી રહૃાા હતા ત્યારે ટ્રાફિકમાં અડચણરૂપ એક રિક્ષાચાલકને તેમણે રીક્ષા સાઇડમાં ખસેડવા સૂચના આપી હતી. કારણ કે, રીક્ષાચાલક ૧ર૮ નંબરના બસ સ્ટેન્ડ નજીક રીક્ષા ઉભી રાખી પેસેન્જરોને બોલાવતો હતો અને તેના કારણે ટ્રાફિકમાં અડચણ થતી હતી. ડાહૃાાભાઇએ રીક્ષાચાલકને ખસવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે અને તેના સાગરિતે ડાહૃાાભાઇને તારે અહીં નોકરી કરવી લાગતી નથી તેમ કહી અભદ્ર ભાષામાં વર્તન કરી તેમની સાથે ઝપાઝપી કરી ધક્કો મારી પાડી દીધા હતા.

બીજીબાજુ, રીક્ષાચાલક અને તેનો સાગરિત તકનો લાભ લઇ ત્યાંથી નાસી ગયા હતા. ડાહૃાાભાઇએ તાત્કાલિક જ પોલીસ કંટ્રોલરૂમમાં આ ઘટનાની જાણ કરતાં પોલીસે આરોપી રીક્ષાચાલક હૈદર નાસીર શેખ (રહે.એહમદખાનની ચાલી, અમદુપુરા) અને તેના સાગરિત કલામુદ્દીન અલીખાતેલી (રહે.રામલાલની ચાલી, કાલુપુર)ને કાલુપુર સર્કલ પાસેથી ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *