ટ્રમ્પ ડરી ગયા? ઉ.કોરિયા ભણી રવાના કરેલ યુદ્ધ જહાજ અન્યત્ર ફંટાયુ

uss_independence_lcs-2

ઉતર કોરીયા દ્વારા અણુ પરીક્ષણની ખુલ્લી તૈયારી બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશને સબક શિખડાવવા એક વિમાન વાહક અમેરિકી યુદ્ધ જહાજનો કાફલો ઉતર કોરીયા ભણી રવાના કર્યા છે તેવી જાહેરાત વચ્ચે ખરેખર આ કાફલો ઉતર કોરીયા નહી તેનાથી વિરુદ્ધ દિશામાં ગયો છે. કાર્લ વિસોન- યુદ્ધ જહાજનો કાફલો ગત સપ્તાહે અમેરિકી તટથી સુન્દ્રા સ્ટ્રેટઈટ ભણી રવાના થયા છે અને ત્યાંથી તે હિન્દુ મહાસાગર ભણી મળ્યો છે. વાસ્તવમાં પુર્વ નિશ્ર્ચિત કાર્યકાળ મુજબ તે સ્ટ્રેલિયન નેવી સાથે સંયુક્ત યુદ્ધ કવાયત કરવાનું હતું પણ હવે તે આદેશ મુજબ પેસીફીક ભણી જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે સશસ્ત્ર જહાજો રવાના થઈ રહ્યા છે જે ખૂબ જ શક્તિશાળી છે અને સબમરીન પણ સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *