ટેલિવિઝન અને ફિલ્મોની દુનિયામાં લોકપ્રિય હતા રીમા લાગુનું નિધન: બોલીવુડમાં શોક

veteran-bollywood-actress-reema-lagoo-passed-away-photos-pictures-stills-1

ફિલ્મ અને ટીવી અભિનેત્રી રીમા લાગુનું આજે સવારે હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું. બોલિવુડમાં માતાની ભૂમિકા અદા કરીને રીમા લાગુએ તમામને પ્રભાવિત કર્યા હતા. બોલિવુડની અનેક સુપરહિટ ફિલ્મોમાં રીમા લાગુએ ટોપ સ્ટારની માતાની ભૂમિકા અદા કરી હતી. હિન્દી અને મરાઠી ફિલ્મોમાં જાણીતી હસ્તીઓમાં સામેલ રીમા લાગુના અવસાનથી સોશિયલ મીડિયા પર સંદેશાઓનો મારો ચાલ્યો હતો. બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી લઈને વડાપ્રધાન મોદી સહિત તમામ લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં કહ્યું છે કે રીમા લાગુ એક શ્રેષ્ઠ કલાકારો પૈકીના હતા. ફિલ્મ અને ટીવીની દુનિયામાં પોતાની ખાસ છાપ છોડી હતી. આલિયા ભટ્ટે પણ રીમા લાગુ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિરેન્દ્ર સહેવાગે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત માધુરી દિક્ષિત, રીષી કપૂર અને બોમન ઈરાની, રણદીપ હુડા, કરણ જૌહર, બિન્દૃુ, સરોજ ખાને પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે અને તેમના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. રીમા લાગુએ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. બુધવારે અડધી રાત બાદ તેમને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રીમાના પતિ વિવેક લાગુ સાથે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમની પુત્રી મૃણમણી લાગુ છે જે ફિલ્મ અને થિયેટરના કલાકારોમાં સામેલ છે. રીમા લાગુને નાના અને મોટા પડદા ઉપર શાનદાર ભૂમિકા બદલ હંમેશા યાદ કરવામાં આવશે. રીમાએ હમ આપકે હે કોન, આશિકી, કુછ કુછ હોતા હૈ, હમ સાથે સાથ હૈ, મૈંને પ્યાર ક્યો કિયા, કલ હોના હો, વાસ્તવ, સાજન, રંગીલા અને ક્યા કહેના  જેવી સુપર હિટ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. રીમાએ મરાઠી ફિલ્મોમાં પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. જેમાં ઘર િંતઘાંચે હાવે, ચલ આતાપ લવકાર, જાલે મોકલે આકાશ, તો એક ક્ષણ, પુરૂષ બુલંદ અને વિથો રખૂમઈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પરિવારના સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે અંધેરી પશ્ર્ચિમ સ્થિતિ તેમના આવાસની નજીક રીમા લાગુના અંતિમ સંસ્કાર સાંજે કરવામાં આવ્યા હતા. ફિલ્મ અને ટીવીની દુનિયામાં રીમા લાગુએ શાનદાર ભૂમિકા અદા કરી હતી.  બોલિવુડમાં સુપર હિટ ફિલ્મોમાં સામેલ થયેલી અને રાહુલ રોય અભિનિત આશિકી ફિલ્મમાં રાહુલની માતાની યાદગાર ભૂમિકા રીમા લાગુએ ભજવી હતી. આ ઉપરાંત સલમાન ખાનની અનેક ફિલ્મોમાં રીમા લાગુએ માતાની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને સુરજ બડજાત્યાની ફિલ્મ મેને પ્યાર કિયા અને હમ સાથ સાથ હૈમાં યાદગાર ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *