ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ બાદ ભુજમાં વન વિભાગનું ઘાસ કૌભાંડ

ભુજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ દ્વારા તેમની રેન્જમાં ચાલુ વર્ષે તેમજ ગત વર્ષે વિભાગીય કચેરી તરફથી તેમની રેન્જ હસ્તકની હબાય રખાલમાં ઘાસ એકત્રિત કરી ધ્રંગ ખાતે જંગલખાતાના ગોડાઉનમાં સંગ્રહ કરવાની કામગીરી સરકારી નાણા ફાળવાયા હતા પરતું અધિકારી દ્વારા આ નાણા ચાઉં કરવા સાથે ગોડાઉનમાંથી ઘાસ પણ બારોબાર વેંચીને લાખોનો ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપ સાથે મુખ્ય વનસંરક્ષકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ દ્વારા ફરીયાદ કરાઈ છે.
તંત્રને કરેલી રજુઆતમાં આદમ ચાકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલમાં જયારે ઉચ્ચકક્ષાએથી આ બાબતની જાણ થયાની ગંધ આવી છે ત્યારે તેઓ ભ્રષ્ટાચાર છુપાવવા સોરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ખાતેથી અખાધ ધાસ જે ખાતર તરીકે વેચાણ કરવામાં આવે છે તેે ખાતરને ટ્રક મારફતે મંગાવીને ઘાસનાગૌડાઉનમાં સંગ્રહ કરી પોતાનુ ંપાપ છુપાવવા પ્રયાસ કર્યો છે. આ ઘાસને ગોડાઉનમાં નીચેના ભાગે રાખી અને ઉપરના ભાગે સારુ ધાસ રાખીનેે કૌભાંડ છુપાવાયું છે.
ચાકીએ કરેલી રજુઆતમાં કઈ ટ્રક મારફતે બહારથી ઘાસ મંગાવાયું છે તેના નંબર સહિતની વિગતો પણ રજુ કરી છે. તે સાથે વીડીયો કલીપ તથા ફોટોકોપી સહિતના પુરાવા ઉચ્ચકક્ષાએ મુકયા છે ત્યારે અધિકારી પર ઉચ્ચાધિકારીઓ શું પગલા ભરે છે તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *