ટાઇગરની સાથે દેખાવાથી ફિલ્મ ઉપર અસર થશે નહીં

Disha-Patani-1

અભિનેત્રી દિશા પટાની હાલમાં અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગર સાથે ફિલ્મ બાગી-રમાં વ્યસ્ત થયેલી છે. આ ફિલ્મ સિવાય પર બન્ને સાથે નજરે પડી રહૃાા છે.

દિશાએ હાલમાં વાતચીત દરમિયાન કહૃાુ હતુ કે તે ટાઇગર સાથે દેખાવ છે તો આના કારણે ફિલ્મ પર કોઇ અસર થશે નહી. જાહેર કાર્યક્રમમાં ટાઇગર અને દિશા મોટા ભાગે એક સાથે નજરે પડે છે. તેમની વચ્ચે પ્રેમ સંબંધ હોવાના હેવાલ પણ વારંવાર આવતા રહૃાા છે.

હવે નવા હેવાલ આવ્યા છે કે તેમની વચ્ચે જોરદાર પ્રેમ સંબંધ છે. બન્ને એકબીજાના પ્રેમમાં છે. હવે બાગી-ર ફિલ્મમાં પણ તેમની જોડી નજર પડનાર છે. તેમની કેમિસ્ટ્રી ફિલ્મમાં પણ ચાહકોને જોવા મળનાર છે. રિપોર્ટની વાત પર વિશ્ર્વાસ કરવામાં આવે તો નિર્માતા નિર્દેશકો માની રહૃાા છે કે જો આ બન્ને જાહેરમાં સાથે હાલમાં નજરે પડશે તો ફિલ્મની કમાણી પર પ્રતિકુળ અસર થઇ શકે છે. ફિલ્મની રજૂઆત વેળાની જે તાજગી હોવી જોઇએતે દેખાશે નહી. બીજી બાજુ આ મામલે દિશાએ દાવો કરતા કહૃાુ છે કે તેના અને ટાઇગર વચ્ચેના રિલેશનને લઇને કોઇને કોઇ સમસ્યા નથી. જો તેઓ બન્ને સાથે નજરે પડે છે તો ફિલ્મ પર કોઇ નકારાત્મક અસર થશે નહી.

દિશાના કહેવા મુજબ કોઇ ફિલ્મની પટકથા જ ફિલ્મને  આગળ લઇને જાય છે. બાગી-ર ફિલ્મમાં ટાઇગર અને દિશા ઉપરાંત અરમાન કોહલી, મનોજ વાજપેયી અને રણદીપ હુડા પણ નજરે પડનાર છે. ફિલ્મમાં પ્રતિક બબ્બરની પણ યાદગાર ભૂમિકા છે. બન્ને હાલમાં સાથે કામ કરી રહૃાા છે.

ખુબ ઓછા ચાહકોને માહિતી છે કે પ્રતિક અને ટાઇગર એક સાથે અભ્યાસ કરી ચુક્યા છે. તેમની વચ્ચે પહેલાથી જ ખુબ સારી મિત્રતા રહેલી છે. આવી સ્થિતીમાં બન્ને સાથે કામ કરીને ભારે ખુશ દેખાઇ રહૃાા છે. દિશા બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *