જેએનયુ છાત્રસંઘ ચુંટણી : તમામ ચાર બેઠકો પર ડાબેરીઓનો કબજો

JNUSU-2017-Winners-620x400

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ) છાત્રસંઘ ચુંટણીમાં ગીતી કુમારી અધ્યક્ષ પદ પર જીતી છે.ગીતાકુમારી હરિયાણાની રહેનારી છે. તેમની જીત પર તેમના પરિવારના લોકોમાં પણ ખુશી છવાઇ ગઇ હતી. ભણવામાં મેધાવી ગીતા ઇતિહાસમાં એમફિલ કરી રહી છે જીત બાદ ગીતાકુમારે કહ્યું કે હું આ ઉજવણી પ્રસંગ પર શ્રેય જેએનયુના તે છાત્રોને આપુ છું જે માને છે કે આ આવી જ લોકતાંત્રિક જગ્યાને બચાવી રાખવાની જરૂડરત છે હું પ્રચારમાં જેએનયુની બેઠકોમાં કાપ,નજીબની ગુમ થવાની,નવી હોસ્ટલ અને પ્રવેશ પ્રક્રિયાથી જોડાયેલ મુદ્દાને ઉઠાવ્યા હતાં.

આઇસા એસએફઆઇ અને ડીએસએફના સંયુુકત ગઠબંધન ડાબેરી યુનિટીની સંયુકત ઉમેદવાર ગીતાકુમારીએ ૧૫૦૬ મત લઇ એબીવીપીની નિધિ ત્રિપાઠીને ૧૦૪રને હરાવી હતી. ગઇકાલે મોડી રાતે આવેલ ચુંટણી પરિણામ બાદ સમગ્ર જેએનયુ કેમ્પસ સુત્રોચ્ચારથી ગુંજી ઉઠયુ  હતું. ઢોલ નગારા વચ્ચે વિજયી પક્ષોના છાત્રો નાચતા કુદતા જોવા  મળી રહૃાાં હતાં. સેન્ટ્રલ પેનલની ચારેબાજુ બેઠક પર ડાબેરી  યુનિટીએ કબજો કર્યો ડાબેરી યુનિટી તરફથી ગીતાકુમારી   ઉપરાંત સિમોન જોયા ખાને ઉપાધ્યક્ષ ,દુગ્ગારાલા શ્રીકૃષ્ણને  મહામંત્રી તો શુભાંશુ સિંહે સંયુકત સચિવ પદ પર જીત હાંસલ કરી

ઉપાધ્યક્ષ માટે સિમોન જોયા ખાને  ૧૮૭૬ મત હાંસલ કરી એબીપીવીના દુર્ગેશને (૧૦ર૮) પરાજય આપ્યો હતો જયારે મહામંત્રી  પદે  દુગ્ગિલાલા શ્રીકૃષ્ણે ર૩૦૮ર મત લઇ બીવીપીના નિકુંજ મકવાણા (૯૭૫) અને સંયુકત સચિવ માટે શુભાશું સિહે ૧૭૫૫ મત હાંસલ કરી એબીવીપીના  પંકજ કેસરીને ૯ર૦ મતોથી પરાજય આપ્યો

એનયુએસયુ ચુંટણી સમિતિ અનુસાર કુલ ૭,૯૦૩ મતદારોમાંથી ૪સ૬૩૯ને મત નાખ્યા હતાં આ રીતે ૫૮.૬૯ ટકા મતદાન થયુ હતું. એ યાદ રહે કે ગત  ચુંટણીઓમાં પણ અધ્યક્ષ બેઠક પર આઇસાનો કબજો હતો જયારે આ વખતે પણ અધ્યક્ષ પદ પર વિજયી થયેલ ગીતા આઇસાની જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *