જીવન તીર્થની ઉમદા હેતુ સાથેની કામગીરીમાં અમે સહયોગ આપવા આતુર છીએ:શાયના એનસી

gaint

જાયન્ટ્સ ગ્રુપ્સ ઓફ અમદાવાદ તથા જીવનતીર્થ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પછાત જરૂરિયાતમંદ મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલા સશક્તિકરણ પહેલ નામના મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારંભનું આયોજન મુખ્ય અતિથિ જાયન્ટ્સ ઈન્ટરનેશનલના વર્લ્ડ ચેરપર્સન શાયના એન.સી.ના સાનિધ્યમાં આજે શહેરમાં યોજાયો હતો.

આ સમારંભનું ઉદ્ઘાટન ડે. વર્લ્ડ ચેરમેન જાયન્ટ્સ ઈન્ટરનેશનલ અને ચેરમેન, નવનિર્માણ કો.ઓ. બેન્ક લિ. બળદેવભાઈ જે. પટેલે કર્યું હતું. અન્ય અતિથિ વિશેષ તરીકે ચેરમેન, ગુજરાત સ્ટેટ કો.ઓ. બેન્ક લિ. અને ચેરમેન, અમદાવાદ ડિસ્ટ્રીક કો.ઓ. બેન્ક લી. અજય એચ. પટેલ, સોશઇયલ વર્કર અનારબેન પટેલ, જાયન્ટ્સ ઈન્ટરનેશનલ ફેડ-૩બીના પ્રમુખ રતિલાલ જે. ગજેરા તેમજ મુખ્ય દાતા તરીકે પૂ.પ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ નોર્થ જ્યંતિભાઈ એસ. પટેલ ઉપસ્થિત રહૃાા હતા.

જાયન્ટ્સ ઈન્ટરનેશનલના વર્લ્ડ ચેરપર્સન વર્લ્ડ ચેરપર્સન શાયના એન.સી. એ કહ્યું હતું, જાયન્ટ્સ ઈન્ટરનેશનલ  ભારતમાં સ્થપાયેલી એકમાત્ર આંતરરાષઅટ્રીય સંસ્થા છે જેની સ્થાપના ઈ.સ. ૧૯૭રમાં મુંબઈમાં કરવમાં આવી હતી. જેમાં હાલ ૬૦૦થી વધુ ગ્રુપ્સ સક્રિય છે. જીવનતીર્થની ઉમદા હેતુ સાથેની કામગીરીમાં અમે સહયોગ આપવા આતુર છીએ.

જીવનતીર્થ દ્વારા મુખ્યત્વે કચરો વીણનારી એક હજારથી વધુ બહેનોના સ્વસહાય જૂથો ચાલે છે. આ બહેનોને સીઝન પ્રમાણે ઘઉ, ચોખા, કઠોળ, ગોળ આવશ્યકતા મુજબ તેલ, તહેવારોમાં મીઠાઈમાં ફળસાણ વગેરે એમને પોસાય તેવી ગુણવત્તાવાળી વસ્તુઓ જો વ્યાજબી ભાવે સરળ હપ્તેથી મળી રહે તો તેનાથી તેમને ઘણી રાહત થઈ શકે.

જીવનતીર્થના આ મહિલા સશક્તિકરણના કાર્યમાં નાણાંનો ઉપયોગ તેમને જીવનજરૂરી વસ્તુઓ વ્યાજબી ભાવે હપ્તેથી આપવા તેમજ શિક્ષણ, આરોગ્ય, રોજગારીક્ષી પ્રવૃત્તિ, આકસ્મિક ખર્ચ કે ભારે વ્યાજને કારણે થયેલ દેવું ચૂકવવા માટે જ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *