જીવનમાં લક્ષ્યની પ્રાપ્તિ ખૂબ જ આવશ્યક છે

a2

માનવ જીવનનું લક્ષ્ય ઈશ્વર પ્રત્યે જ હોવું જોઈએ. કલિયુગમાં ફક્ત રામ નામ જ એક આધાર છે. આ વાતો શ્રી તુલસીદાસે રામચરિત માનસમાં ઉલ્લેખ કરેલ છે. માત્ર માયાને લીધે આ લક્ષ્યનું રામરામના જપથી પાર કરી શકે છે. તેવો ઢ વિશ્ર્વાસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું છે કે કલિયુગે કેવલ હરિગુમ ગાવા. પાવન નર વાવહિ શિવ ધાર્ણા

સંત શ્રી તુલસીદાસ કહે છે કલિયુગમાં માણસ ફક્ત રામ નામ ભજવાથી જ મુક્તિ પામે છે, પંરતુ માયાના પ્રભાવથી જ માણસ સદાય ઈશ્વર મુખ થવામાં આળસુ થઈ જાય છે.

સોહી ભવ તર કસુ સંસય નહી

નામ પ્રતાપ પ્રકટ કલિ યાહી

તેથી સો માયા વસ તપરૂ ગોસાઈ તાર્તય બંધો ફરી મરકટ કી નાહી

તાત્પર્ય એ છે કે માયાથી બંધાયેલો માણસ ઈશ્વર પ્રાપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી.  બંધનના કારણે ભોગ પદાર્થોની માયામાં વંશીભૂત થયેલો માણસ માયાની જાળમાં આસક્ત થઈ જાય છે. આ પ્રસંગને અહિ ષ્ટાંત દ્વારા સમજી શકાય છે.

એક રાજા હતો તેણે તેના રાજ્યમાં એવી ઘોષણા કરી કે રાજાની પાસે પહોંચવા માટે પંદર મીનીટનો સમય ફાળવવામાં આવ્યો છે. જે વ્યક્તિ સૌ પ્રથમ રાજા પાસે પહોંચશે તેને તેનું અરધુ રાજપાટ ઈનામમાં આપી દેશે. રાજા તેના મહેલમાં જ હશે તેમ જ મહેલની ચાર દીવાલોમાં રાજા પાસે પહોંચવા માટે ફક્ત પંદર મીનીટમાં જ પહોંચી શકાશે. ચાર દીવાલોની વચ્ચેથી કોઈ પણ વ્યક્તિને બે કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો બે કલાકથી વધારે સમય કોઈને આપવામાં આવશે નહીં. કોઈ પણ વ્યક્તિ માટે એક ક્ષણ પણ વધુ સમય સુધી ગણવામાં રહી શકશે નહીં તેવી વ્યક્તિને તેના સિપાઈઓ બહારથી કાઢી મુકશે. ેવો પોલીસ પહેરો ગોઠવ્યો હતો. તેથી કોઈ પણ વ્યક્તિ વધુ સમય બગલમાં રહી શકે નહીં.

આ ઘોષણાની સૂચના પછી જનતા ચારે દિવાલની વચ્ચે પ્રવેશવા લાગી. પ્રવેશ દ્વારથી અંદર રાજમહેલના માર્ગમાં રાજાજીના પહેલા કક્ષમાં આડેશમાં અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ગોઠવવામાં આવી હતી. જે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર ગ્રહણ કરી શક્તી. લોકો મજા ઉડાવવામાં જ લાગી ગયા. એટલામાં તો બે કલાક પુરા થઈ ગયા. એટલે રાજાના સિપાઈઓએ તેમને કમરામાંથી બહાર કાઢી મૂક્યા.

ત્યાર પછી કેટલાક લોકો ભોજન બાદ રાજાના  બીજા કમરામાં પ્રવેશ્યા ત્યાં વિવિધ પ્રકારના આરામ દાયક પલંગો સજાવવામાં આવ્યા હતા.આમ સંપૂર્ણ ભોજનનો આસ્વાદ લીધા આ આરામદાયક સૌયાનો લઈ લઈ આવા લોકો નિદ્રાગ્રસ્થ થઈ ગયા. એટલામાં તો બે કલાક પૂરા થઈ ગયા તેવા લોકોને પણ રાજાના સિપાઈઓએ બહાર કાઢી મૂક્યા.

પછી કેટલાક લોકો ત્રીજા કમરામાં આવ્યા ત્યાં વિવિધ પ્રકારના શ્યોનો લોકો લેતા રહૃાા.

કબીરા સબજન નિરધતા ધનવંતા કોઈ નહીં

ધનવંતા સોહી જાનીયે જાકે રામધન હોય

હવે ત્રીજા કક્ષમાં કમરામાં સુંદર યુવતિઓ નૃત્યુ કરી રહી હતી. ઘણા બધા લોકોનો બે કલાકનો સમય અહીં પસાર થઈ ગયો તેવા લોકોને પણ રાજાના સિપાઈઓએ બહાર કાઢી મૂક્યા.

પરંતુ આ બધા બાંધવોમાં એક વ્યક્તિ એવો હતો જે ચોથા કક્ષના કમરાઓ છોડી દઈને સીધો રાજાજી પાસે પહોંચી ગયો. રાજાએ તેનું સન્માન કરીને આગળથી જાહેર કરેલું ઈનામ અર્પણ કરતા અડધુ રાજ અર્પણ કરી દીધું.

આ ષ્ટાંતથી એ સાબિત થાય છે કે દરેક વ્યક્તિ એના જીવન ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઈશ્વરના નાથજપ કરવા માટે કટીબદ્ધ થવું જોઈએ.

કોઈ સંતે સરસ કહ્યું છે કે ચલ જોબન ચલ સંપત્તિ ચલ વૈભવ, ચલ હેર ચબાક ચલીકે વ્યક્તિમાં ભવા ભવી કરલે. તે આવા ચલા ચલીના વીવતમાં કોઈનું ભલું કરવું તે જ પાનવ ધર્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *