જીતવા માટેના ૪૧૦ રનના ટાર્ગેટ સામે પાંચ વિકેટે ર૯૯ રન દિલ્હી ટેસ્ટ અંતે ડ્રો:શ્રીલંકાના બેટ્સમેનોએ મક્કમ બેટિંગ કરી

6-8

દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે ડ્રોમાં પરિણમી હતી. જીતવા માટેના ૪૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે પાંચ વિકેટે ર૯૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ડિસિલ્વા ૧૧૯ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે એઆરએસ સિલ્વા ૭૪ રન કરીને નોટઆઉટ રહૃાો હતો. ડિકવિલ્લા ૪૪ રન કરને નોટઆઉટ રહૃાો હતો. શ્રીલંકાના બેટ્સમેનોની મક્કમ બેટિંગના પરિણામ સ્વરુપે શ્રીલંકાની ટીમ આ ટેસ્ટ મેચને ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહી હતી. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે શ્રીલંકાએ પાંચ વિકેટે ર૯૯ રન કર્યા હતા. ભારત તરફથી જાડેજાએ ૮૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મેન ઓફ દ મેચ તરીકે વિરાટ કોહલી અને મેન ઓફ દ સીરીઝ તરીકેની પણ વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૦થી જીતી લીધી હતી. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ગઇકાલે ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. શ્રીલંકાએ તેના બીજા દાવમાં ૩૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આજે આગળ રમતા શ્રીલંકાના બેટ્સમેનો છવાઈ ગયા હતા અને ભારતને વધારે ખુશી મનાવવાની કોઇ તક આપી ન હતી. શ્રીલંકાની ટીમ ભારતના પ્રથમ દાવમાં ૫૩૬ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૩૭૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે ઝડપથી બેટિંગ કરીને પાંચ વિકેટે ર૪૬ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકાએ ગઇકાલે રમત બંધ રહી ત્યારે ત્રણ વિકેટ ગુમાવીને ૩૧ રન કર્યા હતા. એક વખતે એવું લાગી રહ્યું હતું કે, આ ટેસ્ટ મેચ પણ ભારત જીતીને ટેસ્ટ શ્રેણી ર-૦થી જીતી લેશે પરંતુ ભારતની આશા ઉપર ડિસિલ્વા અને એઆરએસ સિલ્વા તથા ડિકવિલ્લાએ પાણી ફેરવી દીધું હતું. અત્રે નોંધનીય છે કે  નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇિંનગ્સ અને ર૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇિંનગ્સ અને ર૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી.  ૧૧મી વખતે ભારતે શ્રીલંકાને એક ઇિંનગ્સના અંતરથી હાર આપી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇિંનગ્સમાં ર૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે છ વિકેટે ૬૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૪૯.૩ ઓવરમાં ૧૬૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ર૭ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે ૯ ટેસ્ટ મેચો જીતી છે. ૧૦ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે  ર૭ ટેસ્ટ મેચો રમાઈ ચુકી  છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહૃાો છે. ર૦મી ઓગસ્ટ ર૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ર૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી ૮ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહૃાો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૯ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની ૯ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. દિલ્હી ટેસ્ટ મેચ ડ્રોમાં થતાં ટેસ્ટ મેચોની શ્રેણી પૂર્ણ થઇ છે. વિરાટ કોહલી સૌથી વધુ રન કરવામાં સફળ રહૃાો હતો. તેના ૬૦૦થી પણ વધુ રન થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *