જિલ્લા ડેલીગેટ ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરાઈ હોવાની રજૂઆત

વડગામ તાલુકાના રૂપાલ ગામે બિનઅધિકૃત નળ કનેકશન દૂર કરવાના કાર્યક્રમના દિવસે હસમુખભાઈ જે. પરમારના વાડાનું નળ કનેકશન દૂર કરતાં ચૂંટણીની અદાવત રાખી જિ.પં. ડેલિગેટ અને બનાસકાંઠા જિ.પં. પક્ષના નેતા મહેન્દ્ભાઈ ઉમેદભાઈ ચૌધરી ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરાતાં વડગામ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે તાલુકા ભાજપના અગ્રણીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું લક્ષ્મણજી એન. દેવડાએ જણાવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રૂપાલ ગ્રામપંચાયત દ્વારા તા. ર૮-૬-ર૦૧૭ના રોજ ૩૦ જેટલાં બિનઅધિકૃત નળ કનેકશન દૂર કરવા તા.પં.ના પ્રતિનિધિ અને પોલીસ બંદોબસ્ત દ્વારા ગ્રા.પં. સરપંચ, ઉપસરપંચ, તલાટી-કમ-મંત્રી, પાણી સમિતિના સભ્યોની હાજરીમાં સવારે ૧૧.૦૦ કલાકે કાર્યક્રમ શરૂ કરાયો હતો. જ્યાં હસમુખભાઈ જે. પરમારના વાડાનું નળ કનેકશન દૂર કરતાં કાર્યક્રમમાં ઉપસ્થિત જિ.પં. ડેલિગેટ મહેન્દ્રભાઈ યુ. ચૌધરી ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવતાં રૂપાલ ગામ સહિત તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *