જાતિ-જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે ‘કોંગ્રેસ વોટ બોર્ડ’ ખોલ્યું છે:પાત્રા

DQWZbqOUQAASbJo

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ ભાજપાના મીડીયા સેન્ટર ખાતે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગઈકાલે દેશની સર્વોચ્ચ અદાલતમાં શ્રી રામ જન્મભૂમિ કેસની સુનાવણીમાં કોંગ્રેસના નેતા અને સુન્ની વકફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે સર્વોચ્ચ અદાલત સામે દલીલ કરતાં કહ્યું હતું કે, આગામી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી આ કેસની સુનાવણી ટાળવી જોઈએ. તે સંદર્ભે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રશ્ર્ન પૂછયો હતો કે, કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમી કેસની ત્વરીત સુનાવણી માટે સહમત છે કે, નહીં? અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સુન્ની વકફ બોર્ડ તરફથી કેસ લડી રહ્યાં છે કે, કોગ્રેસ પાર્ટી તરફથી? તેનો ખુલાસો દેશની જનતા સમક્ષ કરે, પરંતુ હજુ સુધી વકફ બોર્ડ તરફથી કેસ લડી રહ્યાં છે કે, કોંગ્રેસ પાર્ટી તરફથી? તેનો ખુલાસો દેશની જનતા સમક્ષ કરે, પરંતુ હજુ સુધી કોઈપણ જવાબ તેમના તરફથી આવ્યો નથી. પરંતુ દેશની જનતાને તેનો જવાબ બીજી રીતે મળી ગયો છે. આજે મીડીયાના માધ્યમથી હાજી મહેબુબ કે જેઓ બાબરી મસ્જિદ એકશન કમિટિના કો-ઓર્ડિનેટર છે, અને જે આ કેસમાં એક પક્ષકાર તરીકે જોડાયેલા છે, તેમજ તેઓ સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડના સદસ્ય પણ છે, તેમણે તેમના ઈન્ટરવ્યુમાં કહ્યું કે, સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડની એવી કોઈ જ ઈચ્છા નથી કે, આ કેસની સુનાવણીને ટાળવામાં આવે. તેમણે કહ્યું કે, અમે રાજકીય પાર્ટી નથી. કે જેની અસર ચૂંટણીઓ ઉપર થાય. ત્રણ દિવસ પહેલાં કપિલ સિબ્બલ સાથે આ સંદર્ભે મુલાકાત થઈ હતી, તેમાં આ કેસની સુનાવણી ૨૦૧૯ સુધી રોકવાની બાબતે કોઈ જ વાત થઈ જ ન હતી.
પાત્રાએ કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિ પર તીખો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ નિર્ણય સુન્ની વકફ બોર્ડનો નહીં, પરંતુ કોંગ્રેસ વોટ બોર્ડનો હતો. કોંગ્રેસે દેશના વિવિધ સમાજો વચ્ચે વિગ્રહ થાય તે માટે આવું એક વોટ બોર્ડ ખોલી રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *