જાડેજા ઓલરાઉન્ડરમાં ૪૩૮ રેટિંગ સાથે પ્રથમ ઓલરાઉન્ડર અને બોલરમાં જાડેજા પ્રથમ ક્રમે

c1

ટોપ ઓલરાઉન્ડરો અને આઈસીસી ટેસ્ટ બોલરની યાદીમાં લેટઆર્મ સ્પીનર રવિન્દ્ર જાડેજા ટોપ ઉપર પહોંચી ગયો છે. હાલના સમયમાં તેના શાનદાર દેખાવના કારણે તે તમામ બોલરો અને ઓલરાઉન્ડરોને પાછળ છોડી દેવામાં સફળ રહૃાો છે. ઓલરાઉન્ડરોના રેકિંગની વાત કરવામાં આવે તો તેમાં પણ રવિન્દ્ર જાડેજા ૪૩૮ રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે શાકીબ અલ હસન ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા સ્થાન પર છે. ટોપ પાંચ ઓલરાઉન્ડરોની યાદીમાં અશ્ર્વિન, મોઇન ખાન અને બેન સ્ટોકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લેટ આર્મ સ્પીનર પોતાની યશકલગીમાં એક પછી એક સિદ્ધિઓ હાસલ કરી રહૃાો છે. બોલિંગના ચાર્ટમાં તે પ્રથમ સ્થાને છે. આઈસીસી ટેસ્ટ બોલરની યાદીમાં પણ તે પ્રથમ સ્થાન પર અને ૮૯૩ રેટિંગ પોઇન્ટ ધરાવે છે.  બોલિંગની વાત કરવામાં આવે તો જાડેજા સૌથી અસરકારક રહૃાો છે. રવિન્દ્ર જાડેજાએ જુલાઈ ર૦૧૬ બાદથી ૧૬ ટેસ્ટ મેચોમાં ૮૭ વિકેટ ઝડપી છે જે પૈકી પાંચ વિકેટ મેચમાં પાંચ વખત અને ૧૦ વિકેટ મેચમાં એક વખત ઝડપી છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ જોરદારરીતે ઉભરી આવ્યા છે. જાડેજા બે ઓલરાઉન્ડર પૈકી એક તરીકે ઉભરી આવ્યો છે. જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ રન અને ૭૫ વિકેટો ઝડપી છે. અશ્ર્વિન આ પ્રકારની સિદ્ધિ હાસલ કરી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ હવે અપરાજિત તરીકે ઉભરી રહી છે. ભારતીય ટીમે છેલ્લી ઘણી શ્રેણીથી કોઇ શ્રેણી ગુમાવી નથી. ભારતીય ટીમે છેલ્લે સતત આઠ ટેસ્ટ શ્રેણી જીતી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ શાનદાર દેખાવ બદલ કેટલાક ખેલાડીઓની ભૂમિકા ચાવીરુપ રહી છે. આ દેખાવમાં ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની જોડી ઘાતક તરીકે ઉભરી આવી છે. બેટિંગમાં ચેતેશ્વર પુજારા અને બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અસરકારક સાબિત થયા છે. બેટિંગ અને બોલિંગમાં રેકિંગમાં ભારતીય બેટ્સમેનો અને બોલરો છવાયેલા રહૃાા છે. ભારત તરફથી યાદીમાં રવિન્દ્ર જાડેજા ઉપરાંત અશ્ર્વિનનો સમાવેશ થાય છે જે ટોપ ઓલરાઉન્ડરો અને ટોપ આઈસીસી બોલરોની યાદીમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *