જસ્ટીન બિબેર સાથે સની લિયોન પરફોર્મ કરશે

js

કોઇ પણ કાર્યક્રમ અને ફિલ્મ સુધી ચાહકોને ખેંચી લાવવા માટેની ખુબસુરતી ધરાવતી ખુબસુરત સની લિયોન ઇન્ટરનેશનલ સન્સેશન જસ્ટીન બિબેર સાથે પરફોર્મ કરે તેવી શક્યતા છે. આને લઇને હજુ સુધી સની લિયોને કોઇ કોઇ ખુલાસો કર્યો નથી.જો કે સની લિયોને કહૃાુ છે કે તે જસ્ટીન બિબેર સાથે ઝુમવા અને ડાન્સ કરવા માટે ઉત્સુક છે. તેના પરપોઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે નવી મુબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે જસ્ટીન બિબેર પરફોર્મ કરનાર છે. આ પરફોર્મ કાર્યક્રમ ૧૦મી મેના દિવસે મુંબઇમા ંયોજાનાર છે. જેની તમામ તૈયારી હાથ ધરવામા આવી છે. આ કોન્સર્ટમાં અન્ય બોલિવુડની જે હસ્તીઓ પરફોર્મ કરનાર છે તેમાં વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. પ્રાપ્ત હેવાલ મુજબ બિબેરના આ કાર્યક્રમની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. જો કે લાઇન અપને લઇે કોઇ સત્તાવાર કલાકારોની જાહેરાત કરવામાં આવી નથી. સની લિયોને હાલમાં છેલ્લે શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં આઇટમ સોંગ કરીને તમામને ચોંકાવી દીધા હતા. લેલા મે લેલા સોંગના કારણે કારણે તેના કરોડો ચાહકો ઝુમી ઉઠ્યા હતા. શાહરૂખ ખાનની સાથે કામ કરવાની આની સાથે જ સની લિયોનને સફળતા મળી ગઇ હતી. સની લિયોન છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં સક્રિય છે. તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. તેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હવે નોંધ લેવાઇ રહી છે. તે ફિલ્મ એવોર્ડમાં ટોપ કલાકારો સાથે પણ પહોંચી રહી છે. સેક્સી સ્ટાર સની લિયોન ભારતમાં ચાહકોમાં કેટલી લોકપ્રિય છે તે બાબતનો અંદાજ આનાથી જ મુકી શકાય છે કે ે સૌથી સર્ચ કરવામાં આવતી સેલિબ્રેટીમાં સલમાન અને અન્ય તમામ કલાકારો કરતા વધારે આગળ છે.

સની લિયોન પાસે બીજી બાજુ કેટલીક ફિલ્મોની ઓફર આવી રહી છે. જેમાં તેની પાસે મોટા ભાગે આઇટમ સોંગની માંગ હાલમાં કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *