જસ્ટિસ બિબેરના શોની ૭૫૦૦૦ની ટિકિટ મળી મુંબઈ ઓટો રિક્ષા ડ્રાઇવરના પુત્રને કોન્સર્ટની મફત ટિકિટ

justin-bieber_79d8c83c-272a-11e7-a4a0-8e0501b9fa54

અમેરિકન પોપ સ્ટારના ચાહકોની સંખ્યા દુનિયાભરમાં ફેલાયેલી છે. પોપ સ્ટાર જસ્ટિસ બિબરના કોન્સર્ટને લઇને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. બિબરના કોન્સર્ટની ટિકિટ ખરીદવા માટે પડાપડી થઇ રહી છે. બિબરના કોન્સર્ટની ૭૫૦૦૦ રૂપિયાની ટિકિટ મુંબઈ સ્થિત ઓટો ડ્રાઇવરના પુત્રને મફતમાં આપવામાં આવી છે. ઓટો રિક્ષા ડ્રાઇવરનો પુત્ર અમેરિકન પોપ સ્ટારના મોટા ચાહક તરીકે રહૃાો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ઓટો રિક્ષા ડ્રાઇવર ૫૦ વર્ષનો છે અને તેનો પુત્ર રર વર્ષનો છે. છેલ્લા ઘણા સમયથી તે જસ્ટિસ બિબરના ચાહક તરીકે રહૃાો છે. બિબેરના સંગીતને લઇને તેના ક્રેઝના સંદર્ભમાં સત્તાવાર પેજ ઉપર ઓટો ડ્રાઇવરના પુત્રએ વાત કરી હતી જેથી તેને હવે કોન્સર્ટની ટિકિટ મફતમાં આપવામાં આવી છે. તેનું કહેવું છે કે, જ્યારે ઓફિશિયલ પેજ ઉપર મેસેજ મોકલ્યો ત્યારે તે માની રહૃાો ન હતો કે તેની ઇચ્છા પુરી થશે પરંતુ બિબેરના કોન્સર્ટના આયોજક વ્હાઈટ ફોક્સ ઇન્ડિયાએ ટિકિટ આપીને તેનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમને ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. જસ્ટિન બિબરના નજીકના ચાહકોને આ ટિકિટ આપવામાં આવે છે. ટુર પાછળ રહેલા લોકોનું કહેવું છે કે, આ ટિકિટ મળવાની બાબત ખુબ જ મુશ્કેલરુપ હતી. જસ્ટિન બિબર હમેશા ચેરિટીમાં વિશ્ર્વાસ રાખે છે. આયોજકો અભૂતપૂર્વ તૈયારીમાં લાગેલા છે. જસ્ટિન બિબેર ૧૦મી મેના દિવસે વાણિજ્ય પાટનગર મુંબઈમાં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં જોરદાર પરફોર્મ કરવાની તૈયારીમાં બિબેરના વર્લ્ડ ટુરના ભાગરુપે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બોલીવુડના અનેક કલાકારો પણ પહોંચશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *