જળસંકટ નિવારવા કેન્દ્ર ગુજરાતની સાથે:મોદી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસના દિલ્હીના પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ અને સીએમ વચ્ચે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં ઉભી થનારી પાણીની કટોકટીની સ્થિતિ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણીની અછત મુદ્દે કેન્દ્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવા માટેની ખાતરી વડાપ્રધાને આપી હતી.
ખાસ કરીને ગુજરાતમાં ફરીથી રચાયેલી રૂપાણી સરકારની કામગીરી અને મંત્રીઓ તથા સંગઠનના આગેવાનોની ગતિવિધિઓ મુદ્દે પણ બન્ને વચ્ચે વિસ્તાર પૂર્વક વાત થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીના ૨૫ ફેબ્રુઆરીના ગુજરાતના કાર્યક્રમ અંગે પણ મુખ્યમંત્રી સાથે વડાપ્રધાને ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ પ્રથમવાર દિલ્હીની મુલાકાતે ગયેલા વિજય રૂપાણી ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળ્યા હતાં. બાદમાં ગુજરાત કેડરના આઈએએસ અને આઈપીએસને મળ્યા હતાં.
તેઓ રાત્રે ભાજપનારાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા તેમજ લંબાણપૂર્વક ચર્ચાઓ પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. રૂપાણીએ રાષ્ટ્રિય અધ્યક્ષ સાથે ચૂંટણી અને મંત્રી મંડળ બાબતે ચર્ચા કરી હોવાનું મનાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *