જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું

દાહોદ: રોટરી ડાયમંડ-દાહોદ વતી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશને અને હોસ્પીટલોમાં નિ:સહાય અને ગરીબ લોકોને ધાબલાનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોટરી ક્લબ ડાયમંડ, દાહોદના સભ્યો દ્વારા ગરીબોને કડકડતી ઠંડીમાં ર૦૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાબળા રોટરીના રોટરીયન અલીભાઈ ચુનાવાલાએ આપ્યા હતા. ધાબળા વિતરણ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ વીણાબેન પલાસ, સચિન પટેલ વગેરે ધાબળા વિતરણ વ્યવસ્થામાં સહયોગી બન્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *