જમ્મુ કાશ્મીર બંદીપોરમાં વહેલી સવારે આતંકવાદીઓનો હુમલો સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર:બે જવાન શહીદ

જમ્મુકાશ્મીરમાં એકપછી એક ખતરનાક ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ પણ ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવાર કરવાના તમામ પ્રયાસો કરી રહૃાા છે. આના ભાગરૂપે આજે સવારે વધુ એક ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. કાશ્મીરના બાંદીપોરામા ંસુરક્ષા દળે બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતરી દીધા હતા. ઓપરેશનમાં સેનાના બે જવાન પણ શહીદ થયા હતા. બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી સામ સામે ગોળીબાર જારી રહૃાો હતો. ત્રાસવાદીઓએ પરિસ્થિતીનો લાભ ઉઠાવીને સવારમાં વહેલી પરોઢે પોણા પાંચ વાગે હુમલો કરી દીધો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું છે કે, ભારતીય હવાઈ દળની ખાસ ટુકડી ગરુડ કમાન્ડોના બે જવાન શહીદ થયા હતા. કાલિયાએ કહ્યું હતું કે, અભિયાનના અનુભવ અને ટ્રેનિંગ માટે સેનાની સાથે સામેલ થયેલા ગરુડ કમાન્ડો શહીદ થયા હતા. કાલિયાએ એમ પણ કહ્યું હતું કે, આ અથડામણ બાંદીપોરા જિલ્લામાં હાજીન વિસ્તારમાં થઇ હતી. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે, હાજીન અથડામણમાં શહીદ થયેલા જવાન ભારતીય સેનાના હતા. અહેવાલ મુજબ એક ઘરમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ વહેલી પરોઢે સુરક્ષા દળોએ પરિબળ ગામને ઘેરી લીધું હતું અને ઓપરેશન હાથ ધર્યું હતું. ત્રાસવાદીઓ જે ઘરમાં છુપાયેલા હતા તે ઘરમાંથી ગોળીબાર કરવામાં આવતા ઓપરેશન હાથ ધરાયું હતું. બે ત્રાસવાદીઓ ઘટના સ્થળે ઠાર થયા હતા. ત્રણ જવાન પણ ઘાયલ થયા હતા. કાલિયાના કહેવા મુજબ ચિનાર કોર્પ્સના કમાન્ડર અને તમામ રેંકના અધિકારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના સાહસની પ્રશંસા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેના કાશ્મીરમાં હાલમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહૃાા છે. જેમાં લશ્કરે તોયબાના કેટલાક કમાન્ડર અને જેશના કુખ્યાત ત્રાસવાદી પણ સામેલ છે. સેના હાલમાં મોટા અને વધારે સક્રિય ત્રાસવાદીઓને શોધીને ઠાર કરી રહી છે. તેમાં સફળતા પણ મળી રહી છે. સરહદ પર ઘુસણખોરીના કેટલાક પ્રયાસો નિષ્ફળ કરવામાં આવ્યા છે. ઠાર થયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવમી ઓક્ટોબરના દિવસે જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોએ હવે વધુ એક મોટી સફળતા હાંસલ કરી હતી. ભીષણ અથડામણમાં જૈશે મોહમ્મદના ઓપરેશન કમાન્ડર અબૂ ખાલીદને ઠાર કરી દેવામાં આવ્યો હતો. અબુ ખાલીદ ગયા સપ્તાહમાં બીએસએફ કેમ્પ ઉપર કરવામાં આવેલા હુમલામાં માસ્ટર માઇન્ડ તરીકે હતો. ત્યારબાદથી સુરક્ષા દળોએ તેની શોધખોળ હાથ ધરી હતી.ત્રીજી ઓક્ટોબરના દિવસે શ્રીનગર એરપોર્ટ નજીક બીએસએફ કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ હુમલો કરનાર ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા પરંતુ તેના કમાન્ડરની શોધખોળ ચાલી રહી હતી.જમ્મુ કાશ્મીરમા ત્રાસવાદીઓ તેમની હાજરીને પુરવાર કરવાના તમામ પ્રયાસો કરી રહૃાા છે. જેના ભાગરૂપે ત્રીજી ઓક્ટોબરના દિવસે વહેલી સવારે શ્રીનગર એરપોર્ટની નજીક સ્થિત બીએસએફ કેમ્પ પર ત્રાસવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો.
હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ત્રણેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે એક આસીસ્ટન્ટ સબ ઇન્સ્પ્ોક્ટર (બીએસએફ) શહીદ થયા હતા. ત્રાસવાદીઓની ટોળકીએ આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો. આ પહેલા છેલ્લા સપ્તાહમાં બાન્દૃીપોરામાં ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે પાકિસ્તાની સેનાના જવાનો સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરી ગોળીબાર કરી રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *