જમ્મુ આતંકી હુમલામાં લાંબી અથડામણમાં ચાર ત્રાસવાદી ઠાર આર્મી કેમ્પ હુમલામાં બે જેસીઓ સહિત પાંચ જવાનો શહીદ

Mjn-67OC

જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સુંજુવાન આર્મી કેમ્પમાં ઘુસેલા ત્રાસવાદીઓ સામે ઓપરેશન સત્તાવારરીતે હજુ પરિપૂર્ણ કરવામાં આવ્યું નથી. સેનાએ વ્યાપક ઓપરેશન હાથ ધરીને ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમની પાસેથી હથિયારોનો જંગી જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે, આ ઓપરેશનમાં સેનાને પણ મોટુ નુકસાન ઉઠાવવાની ફરજ પડી છે. કારણ કે, આર્મી નિવાસી વિસ્તાર હોવાથી ખુબ જ સાવધાનીપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પાંચ જવાન શહીદ થયા છે જેમાં બે જેસીઓનો સમાવેશ થાય છે. અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું છે. આ ઓપરેશન પર નજર આર્મી ચીફ બિપીન રાવત પોતે કરી રહૃાા છે. બિપીન રાવત શનિવારે મોડી રાત્રે જમ્મુ પહોંચ ગયા હતા. ભારતીય સેનાના જવાનો વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવી રહી છે. ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આર્મી કેમ્પ પર ગઇકાલે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.  જે આજે બીજા દિવસે પણ જારી રહૃાુ હતુ. જેના ભાગરૂપે ચારેબાજુ ત્રાસવાદીઓની વ્યાપક શોધખોળ ચાલી રહી છે. કમાન્ડો પણ મેદાનમાં ઉતરેલા છે. ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.  ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ જમ્મુ શહેરમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. જે આજે પણ યથાવત રાખવામાં આવી હતી. ગઇકાલે શનિવારે વહેલી પરોઢે ૪.૫૫ વાગ્યાની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર આસપાસની તમામ સ્કુલોને બંધ કરાવી દેવામાં આવી હતી. ઉધમપુરમાંથી કમાન્ડો તરત જ પહોંચી ગયા હતા. તાજેતરના સમયમાં ત્રાસવાદી હિંસા જમ્મુ કાશ્મીરમાં વધી ગઇ છે. ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ર૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *