જમીન મહેસૂલી કાયદો ૧૮૭૯ના સુધારાના નિયમો અમલી બનાવાયા

l4

રાજ્યના મોટાભાગના ગ્રામ, નગર અને શહેરોની આજુબાજુ સૂચિત સોસાયટી કે, નોંધાયેલી સોસાયટીઓમાં વસવાટ કરતા લોકેાના નામે મકાનો કાયદેસર ન થયા હોય, મહેસૂલી ટાઈટલ પ્રાપ્ત ન થયું હોય તેઓને મહેસૂલી ટાઈટલ પ્રાપ્ત થાય અને સૂચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોના નામે તેમનો ભોગવટો કાયદેસર થાય તે માટે મહેસૂલ વિભાગે ગુજરાત જમીન મહેસૂલ કાયદો ૧૮૭૯માં કરેલા ઐતિહાસિક સુધારાના નિયમો અમલમાં મૂકયા છે. રાજ્ય સરકારના આ નિર્ણયને અતિ મહત્વનો અને ઐતિહાસિક લેખાવતા મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ નિયમોનો લાભ રાજ્યના અંદાજે ૪ થી ૫ લાખ પરિવારોનેે મળશે. તેમણે જણાવ્યું હતું કે, નવા અમલી બનનાર આ નિયમો સુચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોને માર્ગદર્શકરૂપ બનશે. ઉપરાંત આવા વસવાટ કરનારાઓને તેમના શાંત અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની, મકાન હેઠળની જમીનનું મહેસુલી ટાઈટલ પ્રાપ્ત કરવાની તક મળશે તેવી આશા વ્યકત કરી છે.
આ નિયમો જે સુગઠીત કરવામાં આવ્યા છે તેમાં ગામ, નગર, શહેર તથા પરિવર્તનીય વિસ્તારોની ઘરથારની હદ નક્કી કરવા સંબંધિત કલેકટરે કઈ રીતે દરખાસ્ત કરવી, કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો, રાજ્ય સરકાર દ્વારા દરખાસ્તને અનુમતિ આપ્યા બાદ કલેકટર દ્વારા પૂરક મહેસુલ સેટલમેન્ટ કરવા સારું જાહેરનામું પ્રસિધ્ધ કરવું, રાજ્ય સરકાર દ્વારા પૂરક મહેસુલ સેટલમેન્ટની કાર્યવાહી કરવા માટે અધિકૃત મહેસુલી અધિકારીની નિમણૂંક કરવી, અધિકૃત મહેસુલી અધિકારી દ્વારા પરિવર્તનીય વિસ્તારમાં પૂરક મહેસુલી સેટલમેન્ટની કાર્યવાહીના ભાગરૂપે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવી, વ્યકિતગત નોટીસ પ્રસિધ્ધ કરવી તેમજ વાંધા મંગાવતી નોટીસ પ્રસિધ્ધ કરી, વસવાટકર્તા દાવેદારને દાવા હેઠળની જમીન તેમના નામે કરવા દાવા અરજી કઈ રીતે કરવી તેની વિગતો, દાવા અરજી સાથે જોડવાના પુરાવા, દાવેદારે રજૂ કરવાના ઓળખ અંગેના પુરાવા, અધિકૃત મહેસુલી અધિકારી દ્વારા અરજીની ચકાસણી કરી, દાવા હેઠળની જમીનના સમર્થનમાં જે પુરાવા રજૂ કરેલ છે તેની યથાર્થતા તપાસી દાવો મંજૂર કરવો કે નહીં તેનો નિર્ણય કરવા બાબત, દાવો મંજૂર કર્યેથી દાવેદારને દાવા પ્રમાણપત્ર ઈસ્યુ કરવું વગેરેનો સમાવેશ થાય છે.
દાવા પ્રમાણપત્રમાં જણાવેલ માંડવાળ ફી ભરવા માટેની જોગવાઈ, પ્રિમિયમની રકમ અને અન્ય સરકારી લેણાંની રકમ વગેરે જેવી નિયમાનુસાર ભરવાપાત્ર ફીની રકમ સાથે દાવેદારનું નામ રજીસ્ટર ઓફ મ્યુટેશનમાં દાખલ કરાવાની કાર્યવાહી, જો દાવેદાર તરફથી ૯૦ દિવસની સમય મર્યાદામાં તમામ સરકારી લેણાં ભરપાઈ કરવામાં આવે તો અધિકૃત મહેસૂલી અધિકારી દ્વારા દાવેદારની તરફેણમાં ના લેણાં (નો ડયુઝ) પ્રમાણપત્ર ઈસ્યુ કરવાની કાર્યવાહી, તે આધારે દાવેદારનું નામ રજીસ્ટર ઓફ રેકર્ડ ઓફ રાઈટસમાં દાખલ કરવાની કાર્યવાહી વિગેરે બાબતોની પધ્ધતિ, કાર્યપધ્ધતિ વગેરે સૂચવતા નિયમો નિશ્ર્ચિત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *