જજ તરીકે સ્પર્ધકોની પ્રતિભા અને દેખાવનું ધ્યાન અપાશે: મીની પ્રધાન

Mini Pradhan1

જજ તરીકે સ્પર્ધકોની પ્રતિભા અને દેખાવને ધ્યાનમાં રાખીશ તેમ જાણીતી કોરિયોગ્રાફર મીની પ્રધાને જણાવ્યું હતું.
ઝી ટીવીના જાણીતા રિયાલીટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન-૬’માં જજ તરીકેની ભૂમીકા મીનીપ્રધાન, મરજી પેસ્તનજી અને મુદ્દસર ખાન ભજવશે જ્યારે ગ્ર્રાન્ડ માસ્ટર તરીકે ફરીથી મિથુન ચક્રવર્તી આવી રહ્યા છે.
પ્રથમવાર આ શોમાં જજની ભૂમિકા મીનીપ્રધાન ભજવશે. આજે શહેરમાં તે પ્રમોશન અર્થે આવી હતી તેણે જણાવ્યું હતું કે, મારા માટે ડીઆઈડીથી પ્રથમથી છઠ્ઠી સીરીઝ મહત્વની બની છે. અગાઉની સીરીઝોમાં પડદા પાછળ રહીને સ્પર્ધકોને કડક નિયમો વચ્ચે ડાન્સ શીખવાડ્યા હતાં. આ સીઝનમાં પડદાં આગળ રહીને નવી ભૂમીકા ભજવીશ. જો કે, કામગીરી તો એ જ રહેશે સાચી વસ્તુ અહીં પણ કહીશ અને શીખવાડીશ.
એક વાત જરૂર છે કે, પડદા આગળ રહીને જજની ભૂમિકા ભજવીએ ત્યારે સમજી- વિચારીને બોલવું પડતું હોય છે, આ શોમાં સ્પર્ધકો પ્રત્યે ફીલીંગ દર્શાવવામાં હું માનતી નથી. જજ તરીકે હું પ્રતિભા અને દેખાવ જરૂર ધ્યાનમાં રાખીશ.
એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેણે કહ્યું હતુ ં કે, ડાન્સ મારી જીંદગી છે પેશન પણ જરૂરથી છે. ડાન્સ વગર હું ઝીરો છું.
હાલના યુવા વર્ગમાં વધેલા પશ્ર્ચિમી ડાન્સના ક્રેઝ બાબતે મીનીએ કહ્યું હતું કે, હાલનું જનરેશન વેસ્ટર્ન ડાન્સ તરફ જરૂર વધ્યું છે પરંતુ વિદેશીઓ આપણાં ડાન્સ તરફ વળ્યા છે તેમાં પણ બે મત નથી. અમારા જેવા ડાન્સરો કલાસીકલ ડાન્સને સાઈડમાં નહીં જવા દઈએ. ઈન્ડિયન સ્ટાઈલ ડાન્સ આ શોમાં પણ વધુ વજન ધરાવે છે.
સ્પર્ધકોને યોગા, મેડીટેશન બાદ રિર્હસલમાં ભાગ લેવા દેવાય છે. રિયાલીટી શો હંમેશા રિઅલ હોય છે તેમ એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું. ડાન્સ એકેડમીઓ બાબતે મીનીએ કહ્યું હતું કે, એક સિક્કાની બે બાજુ જેવી આ વાત છે. એકેડમી વગર ડાન્સ કેવી રીતે શીખાશે પરંતુ નોલેજ વગરના ડાન્સરો પાસે જશો તો શું શીખશો? બાળ સ્પર્ધકો ઉપર માતા-પિતાના પ્રેશરનો તેણે વિરોધ કર્યો હતેા અને દબાણ ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. છેલ્લે તેણે ઉમેર્યું હતું કે, આ સીઝન વધુ મનોરંજન અને રોમાંચક બનવાની મને ખાત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *