જગાણા ખાતે હનુમાન જ્યંતિ નિમિત્તે ભવ્ય મારૂતિ યજ્ઞ યોજાયો

પાલનપુર તાલુકાનું જણાગા એટલે ધર્મ મંગલમય સ્થાન  જેટલા દેવસ્થાનો ધરાવતા આ ગામમાં સમગ્ર વર્ષ દરમ્યાન વાર-તહેવારે અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન થાય છે ભગવાનશ્રી રામભક્ત અંજનીપુત્ર કષ્ટભંજન દેવ હનુમાનદાદાના જન્મોત્સવ હનુમાન જ્યંતિની ભવ્ય ઉજવણી ચૈત્ર સુદ પુનમના રોજ સમગ્ર દેશમાં થાયે છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જગાણા સ્થિત હનુમાન મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી ભરતભાઈ ચૌધરી તેમજ તેમના કાર્યકરોની ઉત્સાહી ભાવિકો દ્વારા હનુમાન મંદિરે ભવ્ય મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષ જગાણા સ્થિત હનુમાન મંદિરે તેમના સહકાર્યકરો અને ગ્રામજનોના સહયોગ થતી ભવ્ય મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ યજ્ઞમાં ૫૧ કુંડી મહાયજ્ઞમાં ૩૦ જેટલા યુગલોને યજ્ઞ પુજા ઉપાસનામાં ભાગ લીધો હતો અત્રે એ ઉલ્લેખનીય છે કે જગાણા ખાતેના ઉપરોત્ મારૂતિ નંદન યજ્ઞનું આયોજન કરનાર જેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ હનુમાનના મંદિર માટે શુન્યથી સર્ઝન જેવુ ભગીરથ કાર્યકરી રહૃાા છે.

આ કામગીરી અન્ય ધર્મ સંસ્થાઓને પણ પ્રેરણારૂપ બની છે. યજ્ઞના મુખ્ય આયોજક ભરતભાઈ પી.ચૌધરી, જગાણાના વર્થમાન સરપંચ તરીકે બિરાજમાન છે. તેમજ તેમના ભાવિરો પણ ખુબજ ઉત્સાહી છે. જેમાં યજ્ઞમાં ઉપરાંત ભોજનપ્રસાદ દર્શન પુજા આરતી તેમજ ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો દર વર્ષે યોજાય છે. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે દીપ આરતી પુજા પ્રસાદ બાદ રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *