છોકરો પીપુડી ગળી ગયો હોવાથી તેના શ્ર્વાસમાં પિપુડી બોલવા લાગી

3453321

આર્જેન્ટીનાના આઠ વર્ષના એક છોકરાને જયારે ડોકટર સેન્ટીએગો ગોમેઝ ઝુવિરિયા પાસે લાવવામાં આવ્યો ત્યારે તે શ્ર્વાસ લે કે મોંમાંથી અવાજ કાઢવાનો પ્રયત્ન કરે ત્યારે વિચિત્ર સિસોટી લાગતી રહેતી. એનું કારણ એ હતું કે દોસ્તો સાથે રમતાં-રમતાં તે સિસોટીની અંદરની પાઈપ ગળી ગયો હતો. સિસોટીનું બહારનું આવરણ તૂટી ગયું હોવાથી તે એની અંદરની પાઈપ મોંમાં નાખીને ફુંક મારી રહ્યો હતો અને ભુલથી ઉચ્છવાસ કાઢવાને બદલ શ્ર્વાસ લેવાઈ જતાં એ પાઈપ અંદર જતી રહી હતી. પેરન્ટસ પોતાનાં બાળકોને આવી પીપુડી રમવા આપતી વખતે ચેતે એ માટે ડો. સેન્ટીએગોએ આ છોકરાની વિડીયો કિલપ લઈને ફેસબુક પર પોસ્ટ કરી હતી. જો કે નવ સેક્ધડની આ કિલપ ફેસબુક પર ૯૦,૦૦૦ વાર શેર થઈ હતી અને અન્ય સોશ્યલ મીડીયા પર એને ૯૦ લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. ડોકટરે પોતાની પોસ્ટ સાથે લખ્યુંહતું આ વિડીયો મજાક માટે નથી, પરંતુ બાળકોને કોઈ ચીજ આપતાં પહેલાં પેરન્ટસ ધ્યાન રાખતા થાય એ માટે છે. ડોકટરે એન્ડોસ્કોપીક સર્જરી દ્વારા એ પીપુડી બહાર કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *