છેલ્લી ઘડીએ મોર્ડન ટેકનિકનો ઉપયોગ કરાયો વારાણસીના આકાશમાં બે વિમાન ટકરાતા સહેજમાં બચી ગયા

aaa

ઉત્તરપ્રદેશના વારાણસીના આકાશમાં બે વિમાનો ટકરાતા સહેજમાં રહી જતા તંત્રને મોટી રાહત થઇ હતી. વારાણસીના આકાશમાં આ બન્ને વિમાનો ખુબ નજીક આવ્યા હતા. માત્ર ૧૫ સેકન્ડથી મોટી વિમાન દુર્ઘટના ટળી ગઇ હતી. ગયા સપ્તાહમાં રવિવારના દિવસે આ બનાવ બન્યો હતો. સમગ્ર મામલામાં ઉંડી તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. બન્ને વિમાનો ટકરાઇ જશે તેવી સ્થિતી સર્જાઇ ગઇ હતી. પરંતુ છેલ્લી ઘડીએ મોર્ડન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બન્ને વિમાનમાં સેંકડો યાત્રી મુસાફરી કરી રહૃાા હતા. ઘટના અંગે માહિતી આપવામાં આવી રહી છે કે રવિવારના દિવસે એયર એશિયા અને ઇન્ડિગોના વિમાન સામ સામે ટકરાતા બચી ગયા હતા. બન્ને વારાણસીના આકાશમાં ઉંડી રહૃાા હતા. એર એશિયાનુ વિમાન આઇેએસ ૭૬૮ બાગડોગરાથી દિલ્હી જઇ રહૃાુ હતુ. જ્યારે ઇન્ડિગોનુ વિમાન છ ઇ ૩૯૮ દિલ્હીથી બાગડોગરા માટે રવાના થયુ હતુ. આ ગાળા  દરમિયાન એર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી એર એશિયાના પાયલોટને કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. આ પાટલોટને પોતાના વિમાનને થોડાક નીચે લાવીને ૩૪૦૦૦ ફીટ ની ઉચાંઉ પર જાળવી રાખવા માટે કહેવામાં આવ્યુ હતુ. પાયલોટ તરફથી પણ જવાબ આપવામાં આવ્યો હતો. તેમને સંદેશો મળી ગયો હતો અને આદેશને પાળવામાં આવ્યા હતા. એર એશિયાના વિમાનના પાયલોટે વિમાનને નિર્ધારિત લેવલ ૩૪૦૦૦ ફુટની નીચે રાખીને દુર્ઘટનાને ટાળી દીધી હતી. એર અશિયા અને ઇન્ડિગોના વિમાનમાં મોટી સંખ્યામાં યાત્રીઓ હતા. તાજેતરના સમયમાં આ પ્રકારની દુર્ઘટના કેટલીક વખત ટળી ગઇ છે. જેમાં તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *