છત્તીસગઢમાં સાત નકસલી પોલીસની અથડામણમાં ઠાર

NAKSAL-ATTACK

છત્તીસગઢ મહારાષ્ટ્ર સીમાની પાસે ગઢચિરૌલીની પાસે પંખાજુરમાં સિરોંચા તાલુકમાં પોલીસ અને નકસલવાદીઓની વચ્ચે થયેલ અથડામણમાં સાત નકસલીઓ માર્યા ગયા હતાં જેમાં પાંચ મહિલા અને બે પુરૂષનો સમાવેસ થાય છે. આને પોલીસની એક મોટી સફળતાના રૂપમાં જોવામાં આવી રહી છે. અથડામણ બાદ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

પોલીસને એવી માહિતી મળી હતી કે મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં સિરોંચા તાલુકાના િંઝગાનુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કલ્લેડ જંગલ વિસ્તારમાં નકસલીઓનો એક મોટો કેમ્પ છે. આ વાતને ધ્યાનમાં લઇને આ વિસ્તારમાં જીલ્લા પોલીસ અને સીઆરપીએફ તરફથી નકસલીઓ વિરૂધ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું અને નકસલીઓને ઘેરી લેવામાં આવ્યા હતાં અને અથડામણ શરૂ થઇ હતી. આ નકસલીઓના શબો કબજે કરવામાં આવ્યા છે તેમની પાસેથી અનેક હથિયારો પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા નકસલીઓની ઓળખ હજુ કરવામાં આવી નથી કહેવાય છે કે માર્યા ગયેલા ન કસલીઓમાંથી ઇનામી નકસલીઓ પણ હોઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *