છત્તીસગઢમાં પોલીસ સાથે અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર, શસ્ત્રો જપ્ત થયા

india-unrest-maoist_c0f0f6f2-0bf2-11e7-ba13-f6aef3964879

છત્તીસગઢના હિંસાગ્રસ્ત દૃાંતેવાડા જિલ્લામાં સુરક્ષા જવાનો અને બળવાખોરો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ નક્સલી માર્યા ગયા છે જ્યારે બે પોલીસ જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. ઘાયલ થયેલા સુરક્ષા જવાનોમાં બે સબ ઇન્સ્પ્ોક્ટરોનો સમાવેશ થાય છે. સામ સામે અથડામણમાં ઘાયલ થયેલા એક નક્સલવાદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વહેલી પરોઢે રાજ્ય પોલીસના ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગ્રુપ અને બળવાખોર વચ્ચે આરનપુર પોલીસ સ્ટેશનની હદ હેઠળ બદગામ ગામના વન્ય વિસ્તારમાં  અથડામણ થઇ હતી. માર્યા ગયેલા પાંચ બળવાખોરોના મૃતદેહ હાથ લાગ્યા છે જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા બળવાખોરો માલાનગીર એરિયા કમિટિના સભ્યો હતા. આ ઉપરાંત અથડામણમાં બે સુરક્ષા જવાન શહીદ થયા છે. ચોક્કસ બાતમી મળ્યા બાદ આરનપુરના ચોક્કસ વિસ્તારમાં માઓવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે સુરક્ષા જવાનો બડગામગામમાં દોરેપારાના વન્ય વિસ્તારમાં તપાસ કરી રહૃાા હ તા ત્યારે ત્યાં છુપાયેલા નક્સલવાદૃીોની ટોળકીએ સુરક્ષા જવાનો ઉપર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબાર એક કલાકથી પણ વધુ સમય સુધી ચાલ્યો હતો. બળવાખોરોએ ભાગી જવાના પ્રયાસ પણ કર્યા હતા. તપાસ દરમિયાન પાંચ બળવાખોરોના મતૃદેહ મળી આળ્યા હતા. તેમની પાસેથી એકે ૪૭ રાયફલ અને દારુગોળાનો જથ્થો કબજે કરાયો હતો.  બીજી બાજુ શહીદ થયેલા જવાનોની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં ડીઆરજી કોન્સ્ટેબલ નિર્મલ નેતામ અને ગોપનીયા સૈનિક સુખરામ ગવાડેનો સમાવેશ થાય છે. આ બંને સામ સામે અથડામણમાં શહીદ થયા હતા જ્યારે આ અથડામણમાં બે સબ ઇન્સ્પ્ોક્ટર રેંકના અધિકારી ઘાયલ થયા હતા જેમાં સંગરામિંસહ અને દોગેન્દ્ર પારતેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોન્સ્ટેબલ મુકેશને પણ ઇજા થઇ હતી. આ તમામ ત્રણેય ડીઆરજી સાથે જોડાયેલા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામની હાલત હવે સુધારા ઉપર હોવાની માહિતી મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *