ચેન્નઈમાં દરજીની દુકાનમાંથી ૪૫ કરોડની જૂની નોટો મળી

oldnotes_story_123016104905

પોલીસે શહેરના કોડામબકકમ વિસ્તારમાં આવેલી મેકરીયા કોલોનીની એક દુકાનમાંથી રૂા.૪૫ કરોડની જુની અને પ્રતિબંધીત ચલણી નોટો જપ્ત કરી છે.પુર્વ બાતમીના આધારે પોલીસે પોલીસ કર્મીઓના યુનિફોર્મ સીવતી દુકાન પર છાપો માર્યો હતો. એ કાર્યવાહી દરમિયાન પોલીસને રદ કરાયેલી રૂા.૫૦૦ અને ૧૦૦૦ની નોટો ભરેલા ૪ કોથળા મળી આવ્યા હતા. દુકાનના માલીક ધંડાપાનીને અટકમાં લેવાયો છે, તેણે પોલીસને જણાવ્યું હતું કે પોન્ડી બાઝારના એક બિલ્ડર પઠાણ ગિલાનીએ તેને દુકાનમાં પૈસા સાચવવા આવ્યા હતા.
જો કે પોલીસને શંકા છે કે ધંડાપાની કમીશન લઈ જૂની નોટો બદલી આપતો એજન્ટ હતો. જૂની નોટો બદલવાનું મુશ્કેલ બનતાં એનો સ્ટોક ભેગો થઈ ગયો હતો. પોલીસે રિઝર્વ બેંકને રિપોર્ટ કરી જૂની નોટો સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *