ચેતેશ્ર્વર કહે છે, અમે ભારતમાં બાઉન્સ થતી પીચના આધારે તૈયારીઓ કરી છે, હવે એના પર અમલ કરવાનો છે

pujara

ભારતીય બેટીંગનો મહત્વનો હિસ્સો રહેલા ચેતેશ્ર્વર પુજારાએ ગઇકાલે સાઉથ આફ્રિકા સામે શુક્રવારથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ દરમ્યાન અહીંની બાઉન્સી પીચ પર બોલને સારી રીતે છોડવાનું પણ મહત્વનું ગણાય છે.
ભારત ૪ વર્ષ પહેલા સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ૦-૧ થી સીરીઝ હારી ગયું હતું. જો કે એમાં પુજારા ઉપરાંત વિરાટ કોહલી અને અજિંકય રહાણેએ રન બનાવ્યા હતા.
પુજારાએ પ્રેકિટસ-સેશન બાદ કહ્યું હતું કે ‘બોલને સારી રીતે છોડવો પણ મહત્વપૂર્ણ છે. વિદેશની પિચો ઘણી બાઉન્સી હોય છે એથી બેટ્સમેનોએ બોલને છોડવો જોઇએ. અહીં ટેકનિક અને માનસિક રીતે સમતૂલન જાળવવું મહત્વનું છે. સારી વાત એ છે કે મોટાભાગના ખેલાડીઓ પહેલાં અહીં રમી ચૂકયા છે.’ ટીમને તૈયારી માટે ઓછો સમય મળ્યો છે એના જવાબમાં પુજારાએ કહ્યું હતું કે ‘જ્યારે અમે શ્રીલંકા સામે સીરીલઝ રમી રહ્યા હતા ત્યારે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અમારા મગજમાં હતો. અમે ભારતમાં પણ કેટલીક તૈયારીઓ કરી હતી. મને નથી લાગતું કે અમારી ટીમને તૈયારીનો સમય નથી મળ્યો.
ભારતીય બેટ્સમેનોને કલકત્તા અને ધરમશાલામાં ફાસ્ટ બોલરોને મદદગાર પીચ પર શ્રીલંકા સામે સંઘર્ષ કરવો પડયો હતો.’
પુજારાએ કહ્યું હતું કે ‘અહીં બોલની મૂવમેન્ટ નહીં, પરંતુ બાઉન્સ પડકારજનક હશે. અમે આ વખતે સારી તૈયારી કરી છે. હવે એના પર અમલ કરવાનો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *