ચીનના રેસ્ટોરન્ટમાં ‘મેનૂ’ કરતા ‘ડિસ્કાઉન્ટ સ્કીમ’ વધુ પ્રખ્યાત !

restuarant

હાંગઝુ: એક હાડોહાડ સેકિસસ્ટ એટલે કે સ્ત્રીવિરોધી પગલાના સમાચાર ચીનના હાંગઝુ શહેરથી આવ્યા છે. ત્યાંના એક મોલમાં આવેલી ટ્રેન્ડી શ્રિમ્પ નામની રેસ્ટોરાંએ સ્ત્રીઓની બ્રા-સાઇઝ પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યુ છે. પહેલી ઓગસ્ટથી શરુ થયેલી આ ડિસ્કાઉન્ટ સ્કીમ સમજાવવા માટે આ રેસ્ટોરાંએ વિવિધ બ્રેસ્ટ-સાઇઝ ધરાવતી સ્ત્રીઓની રેખાકૃતિઓ પણ મુકી છે. મતલબ કે જેમ સ્તન મોટા એમ ડિસ્કાઉન્ટ પણ વધારે. એ પ્રમાણે એ કપ સાઇઝ ધરાવતી સ્ત્રીઓને પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળે, જ્યારે સૌથી મોટી જી કપ સાઇઝ ધરાવતી સ્ત્રીઓને ખાસ્સું ૬પ ટકા ડિસ્કાઉન્ટ મળે એવી જાહેરાત કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે જ આ સ્કીમ અને એનાં પાટિયાં જોઇને સ્થાનિક કક્ષાએ સ્ત્રીઓ ભડકી ઊઠી છે. સંખ્યાબંધ લોકોએ આ રેસ્ટોરાંની સામે વલ્ગર એડવર્ટાઇઝમેન્ટ અને સ્ત્રીવિરોધી તથા ભેદભાવયુકત નીતિ અપનાવવાની ફરિયાદો કરી છે. જો કે રેસ્ટોરાં માલિકો બેશરમીથી કહી રહ્યા છે કે આ સ્કીમ ચાલુ કર્યા પછી અમારે ત્યાં ઘરાકીમાં વીસ ટકાનો વધારો થયો છે. મોટા સ્તન હોય એમાં શરમાવાની શી જરૂર છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *