ચાર બોલરો સાથે જ ટેસ્ટ મેચ રમીશું : દિનેશ ચાંદીમલ

a2

શ્રીલંકન કેપ્ટન દિનેશ ચંદીમલે સંકેત આપ્યા છે કે, તેઓ યુએઈમાં પાકિસ્તાન સામે સકારાત્મક પરિણામ અપાવનાર પાંચ બોલરો સાથેના આક્રમણને બદલે ભારત સામે ચાર બોલરોની રણનીતિ પર વાપસી કરી શકે છે. ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ ૧૬મી નવેમ્બરથી થશે જેમાં ત્રણ ટેસ્ટ મેચ રમાશે. તે પછી ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ યોજાનાર છે. ચંદીમલે ગુરુવારે કોલકાતામાં કહ્યું કે, પાકિસ્તાન સામે અમે છ બેટ્સમેનો અને પાંચ બોલરો સાથે રમ્યા હતા જે યુએઈની ગરમીમાં અસરકારક સાબિત થયું હતું. ત્યાં ચાર બોલરો સાથે રમીને મેચ જીતવી આસાન નહોતી પરંતુ ભારત પાસે કેટલાંક સારા બોલરો છે જેને કારણે અમારે ઓલરાઉન્ડર અંગે વિચાર કરવાની જરૂરત છે. અમે પીચ જોઇશું અને રણનીતિ બનાવીશું. ભારતીય ટીમે જ્યારે શ્રીલંકાનો પ્રવાસ ખેડયો હતો ત્યારે ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ એમ ત્રણેય મળી ૯-૦થી ક્લીન સ્વીપ કર્યું હતું પરંતુ શ્રીલંકાએ ત્યારબાદ યુએઈમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *