ચપ્પટ માથું અને ગરદન નીચે મોટી થેલી સાથે જન્મેલા આ બાળકને ચમત્કાર જ બચાવી શકશે

kidb

કલકત્તામાં જન્મેલા બે મહિનાના બાબુને અત્યંત રેર કહેવાય એવો જન્મજાત રોગ થયો છે. એન્સેફેલોસીલ નામના જન્મજાત રોગને કારણે તેનું માથું ચપ્પટ છે. ખોપડી નાની હોવાથી મગજનો વિકાસ થવાનું લગભગ અશકય છે એટલું જ નહીં, તેની ગરદનની પાછળ મોટી થેલી જેવો ભાગ વિક્યો છે જે તેના માથા કરતાંય ડબલ સાઇઝનો છે. બાબુની મમ્મી જ્યોત્સના અને પિતા જોન્ટુ દાસને ત્યાં બાળક જન્મ્યુ ત્યારથી તે ગણતરીના દિવસો જ જીવશે એવું ડોકટરોએ કહી દીધેલું. એમ છતાં તે સંજોગો સામે લડીને બે મહિના જીવી ગયો છે એટલે તેના પેરન્ટ્સને આશા જાગી છે કે કંઇક ચમત્કાર થાય અને તેમનો દીકરો બચી જાય. જો કે હવે ડોકટરોએ પણ કહી દીધું છે કે તેઓ કંઇ કરી શકે એમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *