ચક દે ઇન્ડિયાની અભિનેત્રી દ્વારા જાહેરાત ઝહીર સાથે આ વર્ષના અંતે લગ્ન: સાગરિકા

bb

ર૪મી એપ્રિલના દિવસે ક્રિકેટ ઝહીર ખાન સાથે સગાઈ કરી ચુકેલી સાગારિકા ઘાટકેએ ઘટસ્ફોટ કર્યો છે કે, ક્રિકેટર અને પ્રેમી ઝહીર ખાન અને તે આ વર્ષના અંત પહેલા લગ્ન કરી લેશે. તેનું કહેવું છે કે, લગ્ન કરી લીધા બાદ પણ તે એક્ટિંગ છોડનાર નથી. ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખશે. સ્વતંત્રતા દિવસ આડે થોડાક દિવસ બાકી રહૃાા છે ત્યારે હાલમાં વેકેશન માણી રહેલી સાગારિકાએ આ મુજબની વાત કરી છે. તેનું કહેવું છે કે, થોડાક દિવસ પહેલા જ તે ન્યુયોર્ક અને દુબઈ જઇને આવી ચુકી છે. ઝહીર ખાન સાથે તે આ બંને જગ્યાએ ગઇ હતી. પ્રવાસને લઇને તે હંમેશા રોમાંચક રહે છે. ખુબ ઓછા લોકો જાણે છે કે, સામાન્ય મિત્રો મારફતે બંને વચ્ચે મુલાકાત થઇ હતી અને ત્યારબાદ ડેટિંગની શરૂઆત થઇ હતી. છેલ્લા બે વર્ષથી તેઓ બંને એકબીજાના પ્રેમમાં છે. હવે લગ્નનું વિચારી રહૃાા છે. તેનું કહેવું છે કે, ઝહીર ખાનને સમજવાની બાબત બિલકુલ સરળ છે. ૩૦ વર્ષીય અભિનેત્રીએ ચક દે ઇન્ડિયા મારફતે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ચકદે ઇન્ડિયા ફિલ્મની રજૂઆતને ૧૦ વર્ષ પુરા થઇ ચુક્યા છે. તેનું કહેવું છે કે, દરેક અભિનેતા અને અભિનેત્રી પોતાની કેરિયરમાં આ પ્રકારની ભૂમિકા કરવા ઇચ્છુક છે. દરેક વ્યક્તિ અને ખાસ કરીને શાહરુખ ખાને આ ફિલ્મ દરમિયાન અમારી ખુબ કાળજી લીધી હતી. કારણ કે અમે તમામ નવા હતા. ફિલ્મ મેકિંગના સંદર્ભમાં કોઇ માહિતી ધરાવતા ન હતા ત્યારે શાહરુખ ખાન પાસે વ્યાપક અનુભવ હતો. તેની ભૂમિકા પ્રિતી સબરવાલ તરીકેની હતી જે એક ક્રિકેટરના પ્રેમમાં હોય છે. તેનું કહેવું છે કે, તેની હકીકતની કેરિયરમાં પણ હવે આ બાબત શક્ય બની છે જે એક સંજોગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *